સરકારે નિવૃત થતા આરોગ્યતંત્રના અધિકારીઓ, કર્મીઓની સેવાઓ 31મી જુલાઇ સુધી લંબાવી

30 એપ્રિલે નિવૃત્ત થયેલા તબીબી, ટેકનિકલ, નોન ટેકનિકલ સહિતનાને પણ આ લાભ મળવાપાત્ર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-05-2021

કોરોનાના આ કપરા કાળમાં મેડિકલ, પેરામેડીકલ સ્ટાફની ઘટ વર્તાઈ રહી છે ત્યારે સરકારે નિવૃત થતા આરોગ્ય તંત્રના અધિકારીઓ, કર્મચારીઓની સેવાઓ 31મી જુલાઇ સુધી લંબાવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર હાલ રાજ્યના આરોગ્ય તંત્રના તબીબી, ટેકનીકલ, નોન ટેકનીકલ સહિત તમામ અધિકારી-કર્મચારીઓ જે 30 એપ્રિલ, ર0ર1થી 30 જૂન, ર0ર1 દરમિયાન નિવૃત્ત થઇ રહ્યા છે કે થવાના છે તેમની સેવાઓ તા. 31 જુલાઇ, ર0ર1 સુધી લંબાવવામાં આવશે. જે અધિકારી – કર્મચારીઓના તા.30 એપ્રિલ, ર0ર1ના નિવૃત્ત થવાના હુકમો થઈ ગયા છે તે પણ રદ ગણીને તેમની સેવાઓ પણ 31 જુલાઈ સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યના પંચાયત અને શહેરી વિકાસ વિભાગ અંતર્ગતના આવતા સેવારત આરોગ્ય અધિકારી – કર્મચારીઓને પણ આ નિર્ણયનો લાભ મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો