ઘરે ઓક્સિજનનો ઉપયોગ કરો છો? તો કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જાણી લો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-05-2021

સંકટની આ સ્થિતિમાં ડોક્ટરો કોરોના સંક્રમિત દર્દીઓને ઘર પર જ ઓક્સિજન લેવલ મેનેજ કરવાની સલાહ આપી રહ્યા છે પરંતુ તેની સાથે કેટલીક સાવધાની રાખવાની સલાહ પણ આપી રહ્યા છે.

કોરોનાની બીજી લહેરની વચ્ચે ઓક્સિજનની ઉણપ અને ફેફસામાં સંક્રમણ દર્દીઓની સામાન્ય સમસ્યા બની ચૂકી છે. આવા સમયમાં તમામ લોકોએ ઘર પર જ ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન કન્સન્ટ્રેટર મશિન ખરીદી લીધું છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે, કેટલાક દર્દીઓની સારવાર ઘર પર જ કરી શકાય છે. પરંતુ, જો તમે ઘરે ઓક્સિજન લેવલ મેનેજ કરી રહ્યા છો તો તમારે બમણી સાવચેતી રાખવાની જરૂર છે.

ઘરે વધારે મદદરુપ નથી ઓક્સિજનનો ઉપયોગ: હાલની સ્થિતિ પર નજર કર્યા બાદ કેટલાક હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ઓક્જિનનો ઘર પર ઉપયોગ જોખમભર્યો છે અથવા કહી શકાય કે વધારે મદદરુપ નથી. જો તમે ઘરે ઓક્સિજનનો ઉપયોગ કરી રહ્યા છો અને કોરોના વાયરસથી સંક્રમિત છો તો કેટલીક વાતો યાદ રાખવી જરૂરી છે.

ઘર પર ઓક્સિજનનો ઉપયોગ ક્યારે કરવો?: જો તમારા ઘરમાં ઓક્સિજન સિલિન્ડર છે, તો તેને ત્યારે પ્રાથમિકતા આપવી જોઈએ જ્યારે બ્લડ ઓક્સિજનનું લેવલ (SpO2) 93 ટકાથી ઓછું થઈ ગયો હોય. આપણું આદર્શ ઓક્સિજન લેવલ 94થી 99 ટકાની વચ્ચે હોવું જોઈએ, જો ઓછું હોય તો તમારે ઓક્સિજનની જરૂર છે.

100 ટકા સેચુરેશન પર થઈ શકે છે જોખમ: એક્સપર્ટ્સનું કહેવું છે કે, કોઈ પણ ઓક્સિજન થેરાપી તરત તેનું લેવલ વધારી શકતી નથી. તેથી, કોવિડ-19 દર્દીઓ માટે 88-92%ની વચ્ચે ઓક્સિજન સેચુરેશન અચીવ કરવાનું સુનિશ્ચિત કરવુ જોઈએ. નિષ્ણાતો તેવી પણ સલાહ આપે છે કે, ઓક્સિજન સેચુરેશન ક્યારેય પણ 100 ટકા ન થવા દો, તેને 92 અને 94 સુધી જ સીમિત રાખો.

ડોક્ટરના કહેવા પ્રમાણે, 97 ટકાથી ઉપર ઓક્સિજન રાખવાથી કોઈ લાભ નહીં થાય. કારણ કે જરૂર કરતાં વધારે ઓક્સિજન દેવા પર ટોક્સીસિટી થઈ શકે છે અને તેવામાં દર્દી બીમાર પડી શકે છે. સાથે જ આ રીતે ઉપયોગ કરવાથી તમારો સ્ત્રોત પણ જલ્દી ખતમ થઈ જશે.

કેવી સ્થિતિમાં ઓક્સિજનની જરૂર પડે છે?: દિલ્હી AIIMSના ચીફ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ હાલમાં જ ઘર પર ઓક્સિજનનો ઉપયોગ કરતાં લોકોને સાવચેતી રાખવાનું કહ્યું હતું. ગુલેરિયાના કહેવા પ્રમાણે, જેમનું ઓક્સિજન સેચુરેશન 92 અથવા 94ની વચ્ચે છે તેમને વધારે ઓક્સિજન લેવાની જરૂર નથી. તેમને વધારે ઓક્સિજન લેવાથી કોઈ લાભ થશે નહીં.

જો સેચુરેશન 95 કરતાં વધારે છે તો પણ ઓક્સિજન લેવાની જરૂર નીથી. જો તે 94 કરતાં ઓછુ હોય તો ઓક્સિજન લેવલને મોનિટર કરવું જરૂરી છે, પરંતુ તે સમયે પણ જરૂરી નથી કે તમને ઓક્સિજનની જરૂર છે કારણ કે એક હેલ્ધી દર્દીના લોહીમાં આ સ્થિતિમાં પણ પૂરતી માત્રામાં ઓક્સિજન હોય છે.

હોસ્પિટલ જવાની જરૂર ક્યારે પડે?: ઓક્સિજનની હોમ થેરાપીમાં દરેક ખતરાની નિશાની પર ધ્યાન આપવું જોઈએ. કોરોના એવી બીમારી જે જલ્દી સ્થિતિ ખરાબ કરી દે છે તેથી યોગ્ય સમય પર સારવાર કરાવીને કોઈનું જીવન બચાવી શકાય છે. હોઠ, ચહેરો અને જીભ કાળી પડી જવી, બેભાન થઈ જવું અને મોડા સુધી ઊંઘતા રહેવું તે જોખમના મહત્વપૂર્ણ સંકેત છે, જ્યારે દર્દીને વહેલામાં વહેલી તકે મેડિકલ ઈમરજન્સીની જરૂર પડે છે.

આ રીતે ઓક્સિજનમાં સુધારો લાવી શકો છો: કોરોના પોઝિટિવ દર્દીઓને ઊંધા સૂવાની સલાહ આપવામાં આવે છે, જેને પ્રવણ સ્થિતિ પણ કહેવાય છે. આ સિવાય બ્રીધિંગ એક્સર્સાઈઝના યોગાસન (અનુલોમ-વિલોમ-પ્રાણાયમ) કરવા માટે પણ કહેવામાં આવે છે. દિવસ દરમિયાન રૂમમાં જ ચાલીને તમે શ્વાસમાં સુધારો લાવી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો