મોરબી પોલીસે ગ્લુકોઝ અને મીઠું ભેળવેલ નકલી રેમડેસિવિર ઇન્જેકશનનું જબરું કૌભાંડ ઝડપી પાડ્યું

2500 થી 5000 રૂપિયામાં વેચતા હોવાનો કર્યો ખુલાસો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-05-2021

મોરબી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો કાળો કારોબારનું પગેરું હવે મોરબી સુધી પણ પહોંચી ગયુ છે. નકલી રેમડીસીવીરનું જબરદસ્ત રાજ્યવ્યાપી કૌભાંડ મોરબી પોલીસે ઝડપી પાડ્યું છે. મોરબી પોલીસે અમદાવાદ અને સુરત સુધી તપાસનો દૌર લંબાવી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપી લઈ અંદાજે એકાદ કરોડ જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યું છે.

આ કૌભાંડ અંગે મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીનો રાહુલ અશ્વિનભાઇ કોટેચા,રે.ધુનડા રોડ અને વિરાજ ઉર્ફે રાજ મનોજમાઇ હીરાણી,રે.નવલખીરોડ,સેન્ટમેરી સ્કૂલ પાસે મોરબી નામના શખ્સો નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનો કારોબાર કરતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે બન્ને શખ્સોને 41 નંગ રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા 2.15 લાખ સાથે ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા આ નકલી ઇન્જેક્શન તેઓ અમદાવાદ જુહાપુરામાંથી મહમદ આશીમ ઉર્ફે મહમદ આશીફ મહમદઅબ્બાસભાઇ પટણી રહે. અમદાવાદ અને રમીઝમાઇ સૈયદહોન કાદરી રહે જુહાપુરા વેજલપુર રોડ શરીફાબાદ સૌસાયટી નામના બે આરોપીને 1170 નંગ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા 17.37લાખ સાથે મોરબી પોલીસની ટીમે ઝડપી પડ્યા છે ઇન્જેક્શન ક્યાંથી લાવતા હતા તે અંગે માહિતી ઓકાવી કૌભાંડના મૂળ અને જ્યા ઈંજેક્શન બનાવવામાં આવતા હતા તેવા સુરતના પિંજરાદ ગામે ગઈકાલે રાત્રે જ દરોડો પાડી નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી.

વધુમા જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે કૌભાંડિયા તત્વો દ્વારા ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારા લોકો 2500 રૂપિયામાં ઇન્જેક્શન આપતા હતા જેને મોરબી અમદાવાદમાં જરૂરિયાત વાળા લોકો પાસેથી 5000 કે તેથી વધુ કિંમત વસૂલી વેચવામાં આવતા હતા.

દરમિયાન મોરબી પોલીસે સુરત નજીક આવેલ પિંજરાદ ગામે સ્થાનિક પોલીસની મદદથી દરોડો પડતા નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાનો મુખ્ય ભેજાબાજ આરોપી કૌશલભાઇ મહેન્દ્રભાઇ વોરા, રહે. સુરત, અડાજણ અને પુનિતભાઇ ગુણવંતલાલ શાહ, રહે. મુંબઇ વાળાને પોલીસે ઝડપી પડ્યા હતા, અને પોલીસે નકલી ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરીમાંથી 160 નંગ નકલી રેમડેસીવીર ઇન્જેક્શન,63હજાર જેટલી ખાલી બોટલ ઉપરાંત 30 હજાર જેટલા નકલી સ્ટીકર સાથે રોકડ રકમ રૂપિયા 74 લાખ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા અને હજુ પણ આ અંગેની કાર્યવાહી ચાલુ હોવાનું અને અત્યાર સુધીમાં કુલ 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદ ખાતે મુખ્ય આરોપી કૌશાલ દ્વારા મોકલવામાં આવનાર ડુપ્લેકેટ રેમડેસીવીર ઇન્જેક્શનના જથ્થાની તપાસમાં રહેલ ટીમને વોચ દરમ્યાન ભાડાની ટાવેરા કારમાં સીરાજમાન ઉર્ફે રાજુ પઠાણ વાળો ૯૬,૦૦,૦૦૦ નો જથ્થો રાખી કાર મુકી નાશી ગયેલ હોય જે અંગેની રેઇડની કાર્યવાહી ચાલુ છે. તેમજ ઉપરોકત રેઇડ અંગે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.માં ગુનો રજી. થયેલ હોય જે ગુનાની તપાસ જે.એમ.આલ પો.ઇન્સ. એસ.ઓ.જી.મોરબી ચલાવી રહેલ છે. હજુ આ કૌભાંડમાં સૌરાજખાન ઉર્ફે રાજુ મુસીરખાન પઠાણ રહે, કતારગામ સુરત અને કલ્પેશકુમાર મોહનભાઇ પ્રજાપતી રહે. ભરૂચ મચ્છીવાડ વાળા પકડવાના બાકી છે.

આ રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી મોરબી પોલીસે કુલ ૧,૬૧,૮૦,૮૦૦ .ઇન્જેકશન વેચાણના રોકડા રૂપીયા-૯૦,૨૭,૫૦૦,મોબાઇલ નંગ-૦૯ કી.રૂ. ૧,૫૦,૦૦૦, ખાલી શીશીઓ, ૧૪૩,૧૩૮ કી.રૂ. ૭૫૭,૬૫૬/ પ.શીશીઓને મારવાના બુચનંગ-૬૩,૧૩૮૮ી.રૂ.૧,૮૯,૪૧૪૮, એપલ કંપનીનું લેપટોપ નં-૧ કી.રૂ. ૧,૭૫,૦૦૦/ ૭.ગ્લુકોઝ પાવડર બેગ નગ-૪૦ કી.રૂ.૮,૦૦૦, ઇનોવા કાર કી.રૂ. 8 લાખ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી મુજબ ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો