ગુજરાતના સ્થાપના દિવસ 1 લી મે થી વેક્સિનેશન શરુ થઇ શકશે : CM વિજયભાઈની મોટી જાહેરાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-04-2021

ગુજરાતના સીએમ વિજય રૂપાણી દ્વારા ફરી એક વાર મોટી જાહેરાત કરવામાં આવી છે. 1મેથી વેક્સિનેશનને લઈને સરકારે તૈયારીઓ આરંભી દીધી છે. ગઈકાલે રસીકરણનું અભિયાન રોકાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. કેન્દ્ર સરકારનું કોરોના વેક્સિનેશનનું અભિયાન ગુજરાતમાં શરૂ થશે કે કેમ તેને લઈને ચિંતામાં હતા. પરંતુ હાલ રૂપાણી સરકારે મોટી જાહેરાત કરીને લોકોને હાશકારો અપાવી દીધો છે. રૂપાણીએ આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિન રાજ્ય સરકાર વિનામૂલ્યે આપશે.

દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હાલ વેક્સિનનો સ્ટોક પુરતા પ્રમાણમાં ન હોવાના કારણે ગઈકાલે ન્યૂઝ મળ્યા હતા કે હાલ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ નહીં થાય.

જો કે આજે આ મામલે મુખ્યમંત્રી જાહેરાત કરી છે કે, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે 1 મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે.

એક અંદાજ પ્રમાણે ગુજરાત પાસે 29 એપ્રિલ સુધીમાં 4.62 લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ હતા. જેમાં વેક્સિનના સૌથી વધુ ડોઝ ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 11.80 લાખ સાથે સૌથી ઉપર જ્યારે ગુજરાત 4.62 લાખ ડોઝ સાથે આ લિસ્ટમાં 10મા ક્રમે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો