દેશના બહાદુર પત્રકાર રોહિત સરદાનાનું નિધન : મીડિયા જગતમાં સોપો પડી ગયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-04-2021

ભારતના મશહૂર પત્રકાર ટીવી ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું નાની ઉંમરમાં જ નિધન થતા મીડિયા જગતને મોટી ખોટ પડી છે. ઝી ન્યુઝ સાથે 14 વર્ષ જોડાયેલા રહ્યા હતા, તેઓ આજતક ન્યુઝ ચેનલમાં “દંગલ” કાર્યક્રમથી દરરોજ લોકોનો અવાજ બહાદુરીથી ઉઠાવી લોક હ્યદયમાં ઉચ્ચું સ્થાન ધરાવનાર રોહિતજીની અણધારી વિદાયથી સમગ્ર મીડિયા જગત શોકમગ્ન છે.

પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન મીડિયા, રેડિયો, ડિજિટલ, આઉટ ડોર સાથે સંકળાયેલા તમામ લોકો પોતાના જીવને જોખમમાં મૂકી સતત ખડેપગે રહી છેલ્લા એક વર્ષથી આ મહામારી દરમ્યાન એક એક અપડેટ્સ – ન્યુઝ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. તમામ મીડિયા મિત્રોની ખુમારી, હિંમત અને સમર્પણ ભાવનાને સલામ

દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર રોહિતજીના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે તેવી હ્યદરપૂર્વક પ્રાર્થના કરે છે. ૐ શાંતિ..

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો