સત્યમ કોલોની પાસે આવેલ આવાસમાં અડધી રાત્રે પડી જનતા રેડ 404 માં રહેતો કેતન ઘર વખરી સાથે 201માંથી ઝડપાયો

સત્યમ કોલોની પાસે આવેલ મનપા હસ્તકના LIG-2 આવાસના મકાન નં 201 માં પડી અડધી રાત્રે જનતા રેડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-04-2021

જામનગર શહેરના સત્યમ કોલોની પાસે આવેલ મુખ્યમંત્રી ગૃહ યોજના એલ.આઈ.જી-2 આવાસ યોજના માં ગત રાત્રીના આવાસ એસોસિએશન દ્વારા જનતા રેડ કરી ગેરકાયદેસર રહેતા કેતન ખાંટ નામના  શખ્સને પકડી પાડ્યો હતો અને ઘરનું વિડિયો રેકોર્ડિંગ કરી બાદમાં એસોસિએશન દ્વારા રાત્રે જામનગર મહાનગરપાલિકાના હાઉસિંગ વિભાગના અશોક જોષીને ગેરકાયદેસર તાળા તોડીને રહેતા આસામી અંગેની ફરીયાદ કરેલ પરંતુ સંતોષકારક જવાબ ન મળતા આખરે એસોસિએશન દ્વારા આજરોજ હાઉસિંગના કંટ્રોલીંગ અને સિટી એન્જિનિયર શૈલેષ જોષી સમક્ષ ફરિયાદ કરતા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવા સિક્યુરિટી ઓફિસરને પત્ર લખી જાણ કરવામાં આવેલ અને હાઉસિંગ શાખાના અશોક જોષી ને રોજકામ કરી જવાબદાર સામે પગલા લેવા જણાવેલ હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો