મેડિકલ રાહત સામગ્રી ભરેલું ગ્લોબ માસ્ટર પ્લેન અમેરિકાથી ભારત આવવા રવાના થયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-04-2021

ભારતમાં કોરોનાવાયરસનો કહેર જારી છે. એવામાં અમેરિકાની વાયુસેનાના બે વિમાન રાહત સામગ્રી લઈને નીકળી ચૂક્યા છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વિમાન ઈ-5 સુપર ગેલેક્સી અને સી-17 ગ્લોબમાસ્ટર ભારત આવવા નીકળી ગયા છે.

આ વિમાનો ઓક્સિજન સિલિન્ડર્સ, રેગ્યુલેટર, રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ, N95 માસ્ક અને પલ્સ ઓક્સિમીટર લઈને આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે અમેરિકા પાસેથી મેડિકલ સપ્લાઈની માગ કરી હતી જેમાં વેક્સિનના તૈયાર ડોઝની સાથે સાથે રો મટિરિયલ્સ પણ સામેલ છે.

અમેરિકાના વિમાનો ઓક્સિજન સિલિન્ડર્સ, રેગ્યુલેટર, રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ, N95 માસ્ક અને પલ્સ ઓક્સિમીટર લઈને આવી રહ્યા છે.

અમેરિકાના વિમાનો ઓક્સિજન સિલિન્ડર્સ, રેગ્યુલેટર, રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ, ગ95 માસ્ક અને પલ્સ ઓક્સિમીટર લઈને આવી રહ્યા છે.

એવું જણાવાયું છે કે મેડિકલ સપ્લાઈ લઈને એક અમેરિકન વિમાન આજે ભારત પહોંચે એવી સંભાવના છે જ્યારે રશિયન વિમાન ગુરુવારે મોડી રાતે પહોંચવામાં છે. ભારત અમેરિકા અને અન્ય દેશો પાસેથી રેમડેસિવીર, ટોસિલિઝુમેબ અને ફેવિપેરવિર જેવી મહત્વની દવાઓની ખરીદી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.

અન્ય દેશોએ પણ લંબાવ્યો મદદ માટે હાથ: અમેરિકા ઉપરાંત રશિયા, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્ઝમબર્ગ, સિંગાપોર, પોર્ટુગલ, સ્વીડન, ન્યુઝિલેન્ડ, કુવૈત અને મોરેશિયસ સહિત અનેક મુખ્ય દેશોએ ભારતને મહામારી સામે લડવા માટે મેડિકલ સહાયની ઘોષણા કરી છે. આ અગાઉ ભારતીય વાયુસેના બેંગકોક, સિંગાપોર અને દુબઈથી 12 ખાલી ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર ભારત લવાયા હતા. ભારત કોરોનાવાયરસના સંક્રમણની બીજી અને વધુ ઘાતક લહેરનો સામનો કરી રહ્યું છે. ભારતમાં અનેક રાજ્યોની હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજન અને બેડનો અભાવ જોવા મળ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો