વાંકાનેરના મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિના યુવાનોએ સ્મશાનની કાયા પલટ કરતી સ્વછતા કરી

વાંકાનેર ભાટીયા સોસાયટીમાં આવેલ સ્મશાનની કાયાપલટ કરતી મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-04-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિના દ્વારા કોરોના મહામારી વચ્ચે પણ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી ભાટિયા સોસાયટીમાં આવેલ સ્મશાનની કાયાપલટ કરી સ્મશાનને એક આદર્શ મુક્તિધામ બનાવ્યુ છે.
વાંકાનેરમાં બિનવારસી મૃતદેહોની અંતિમ ક્રિયા કરવાની સાથે મુક્તિધામમાં દહનક્રિયાના ખાટલા રીપેરીંગ કરવાં સહિતના સેવાકામ કરતી મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા કોરોના કાળમાં વાંકાનેર ભાટીયા સોસાયટીમાં આવેલ સ્મશાનની કાયાપલટ કરવામાં આવી છે.સેવા સમિતિના સભ્યો દ્વારા પોતાના કામ ધંધા છોડી અને ઘરે બીમાર ખાટલા હોવા છતાં સ્મશાનમાં લાઈટો, સીરીઝ, મહાદેવના હિમાલયમાં ફુવારા ફીટ કરવાની સાથે, બાથરૂમમાં શાવર ચાલુ કર્યા તથા બેસવા માટે લાકડાના પાટલા બનાવી આખા સ્મશાનમાં કપચી પાથરી તેમજ આખું સ્મશાન સ્વચ્છ કરી અને એક આદર્શ મુક્તિધામ બનાવ્યું છે.

 ઉલ્લેખનીય છે કે આ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે સબવાહિનીની સેવા પુરી પાડવી, બિનવારસી લાશની અંતિમક્રિયા તથા કોરોના સહિત બોડીના અંતિમક્રિયા કરી વિધિ-વિધાન પુવૅક શાસ્ત્રક્રિયા કરી એક નવી પહેલ હાથ ધરી છે. આ ગ્રુપની સેવા મેળવવા માટે, મનીષ ભાઈ જાડા ૮૧૬૦૯૨૪૫૪૮, આસ્તિક ઉપાધ્યાય ૯૬૮૭૦૬૯૧૮૧, અર્જુન ગીરી ગોસ્વામી ૮૯૯૯૮૫૫૧૫૫, આશિષ પરમાર ૮૨૦૦૩૧૮૦૭૯, પીન્ટુ કુબાવત ૬૩૫૬૫૬૮૮૮૦ તેમજ સાહિલભાઈ લાડલા ટ્રાવેલ્સ ૯૯૯૮૩૬૩૧૧૪ સંપર્ક કરી શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો