ગાડીઓનું રિ-રજિસ્ટ્રેશન કરવાનું થશે સરળ, સરકાર લાવી રહી છે આ ખાસ નિયમ, જાણો કોને થશે ફાયદો

Upto 45% off on Handpicked Laptops and Desktops

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-04-2021

ઈન સીરિઝના રજિસ્ટ્રેશનથી કર્મચારીઓને પેરન્ટ સ્ટેટ અને જે રાજ્યમાં ટ્રાન્સફર થયા હોવ તે બંને જગ્યાએ રજિસ્ટ્રેશન કામ કરશે.

કેન્દ્રીય પરિવહન મંત્રાલય ગાડીઓના રજિસ્ટ્રેશનને લઈને એક નવો કાયદો લાવી રહી છે. મંત્રાલયે આ માટે ડ્રાફ્ટ રૂલનો પ્રસ્તાવ આપ્યો છે જેના આધારે સેના સાથે જોડાયેલા લોકો, સરકારી કર્મચારી અને અન્ય કંપનીને એક રાજ્યથી અન્ય રાજ્યમાં ગાડી લઈ જવામાં મુશ્કેલી આવશે નહીં. સરકાર તેના માટે રિ રજિસ્ટ્રેશનના નિયમને સરળ બનાવી રહી છે.

હાલના નિયમ અનુસાર જ્યારે કોઈ ગાડીને એક રાજ્યથી અન્ય રાજ્યમાં શિફ્ટ કરાય છે તો તેનું રિ-રજિસ્ટ્રેશન જરૂરી બને છે. પેપર પણ ટ્રાન્સફર થાય છે. આ કામ મુશ્કેલ છે અને તેમાં સમય પણ લાગે છે. સરકાર આ કામને સરળ કરવા જઈ રહી છે. એક નિવેદનમા કહેવાયું છે કે ગાડીઓના રજિસ્ટ્રેશનને માટે નવી સિસ્ટમ શરૂ કરાઈ છે. આ નિયમમાં શિફ્ટ થનારી ગાડીઓને ઈન સીરિઝ અપાશે. એવી ગાડીઓ એક રાજ્યથી અન્ય રાજ્યમાં પ્રવેશ કરે છે તો એક વાર તેમનું ખાસ રજિસ્ટ્રેશન કરીને હંમેશા માટે કામ સરળ કરી દેવાશે.

કોને મળશે આ સુવિધાનો ફાયદો: નિવેદનમાં કહેવાયું છે કે ઈન સીરિઝના આધારે ગાડીના રજિસ્ટ્રેશનની સુવિધા સેના કર્મચારીઓ, કેન્દ્ર સરકારના કર્મચારી, રાજ્યના કર્મચારી, કેન્દ્ર રાજ્ય સરકારના કર્મચારી, પ્રાઈવેટ કંપનીના સંગઠનની સાથે જોડાયેલા લોકોને અપાશે. કંપનીની ઓફિસ 5થી વધુ રાજ્યોમાં હશે. તેને ઈન સીરિઝની સુવિધા અપશા. આ સાથે મોટર વ્હીકલ ટેક્સ 2 વર્ષ કે તેના મલ્ટીપલમાં વસૂલવામાં આવશે. 

આ બાબતમાં મળશે સરળતા: આ નવા કાયદાથી ગાડીઓને અવર જવરમાં સુવિધા મળશે. એક રાજ્યથી અન્ય રાજયમાં ગાડી લઈ જવા માટે રિ રજિસ્ટ્રેનની માથાકૂટ રહેશે નહીં. ગાડી અન્ય રાજ્યમાં શિફ્ટ થશે તો કાગળની કાર્યવાહીની માથાકૂટ રહેશે નહીં. આ નિયમની માંગ પહેલાથી ચાલી રહી હતી કેમકે સેના કર્મચારીઓ કે સરકારી કર્મચારીઓનું સતત પોસ્ટિંગ થતુ રહે છે અને તેમને રજિસ્ટ્રેશનમાં તકલીફ રહે છે. આ માટે આ નિયમથી તેમને મોટી રાહત મળી જશે.

ટ્રાન્સફર- પોસ્ટિંગમાં થશે ફાયદો: સરકારી હોય કે પ્રાઈવેટ, બંને પ્રકારના કર્મચારીઓને ટ્રાન્સફર કે પોસ્ટિંગના સમયે ગાડીના રજિસ્ટ્રેશનને લઈને ચિંતા રહે છે. હવે આ ચિંતા દૂર થશે કેમકે ઈન સીરિઝના રજિસ્ટ્રેશનથી કર્મચારીને પેરન્ટ સ્ટેટ એટલે કે તે જ્યાં રહે છે તે અને અન્ય સ્ટેટ જ્યાં તેની ટ્રાન્સફર થઈ છે તે બંને જગ્યાનું રજિસ્ટ્રેશન સરળતાથી મળે, જો તે પેરન્ટ સ્ટેટમાં પાછા આવે છે તો પણ તે રજિસ્ટ્રેશન કામ કરશે.

કાગળની કાર્યવાહીથી મળશે છૂટકારો: સરકાર હાલમાં અનેક નિયમમાં સુધારા લાવી રહી છે. તેનાથી કાગળની કાર્યવાહી ઘટશે અને કામ ઓનલાઈન થશે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગાડીના રજિસ્ટ્રેશનને માટે આઈટી આધારિત સોલ્યુશન્સ શોધાઈ રહ્યા છે. લોકોના સૂચન માટે ડ્રાફ્ટ રૂલને પરિવહન મંત્રાલયની વેબસાઈટ પર પણ રખાયો છે. જેમાં સંશોધન હશે અને તેની સાથે તેને જલ્દી જાહેર કરાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો