રસીનો પહેલો ડોઝ લીધા પછી કોરોના થઈ જાય તો બીજો ડોઝ ક્યારે લેવો જોઈએ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-04-2021

કોરોનાને કારણે દેશ અત્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. રસીકરણની પ્રક્રિયા આ કોહરામને અટકાવે તેવી એક આશા છે. ઘણાં લોકો એવા છે જે અત્યાર સુધી કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે અને પહેલો ડોઝ લીધા પછી સંક્રમિત થયા છે. આ પરિસ્થિતિમાં ઘણાં લોકોમાં એવી ગેરસમજ ઉભી થાય છે કે, રસી લીધા પછી કોરોના પોઝિટિવ થાય તો બીજો ડોઝ છોડી દેવો જોઈએ. આ બાબતે નિષ્ણાંતો શું જણાવે છે તે વાંચો.

SGPGIના માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ પ્રોફેસર ઉજ્જવલા ઘોષાલનું કહેવું છે કે જો તમે અથવા તમારા સ્વજનોમાંથી કોઈ એવી વ્યક્તિ છે જેને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોય અને પછી તરત તે કોરોનાથી સંક્રમિત થયું હોય તો પણ જેણે બીજો ડોઝ ચોક્કસપણે લેવો જોઈએ. જો કે કોરોના સંક્રમિત વ્યક્તિને બીજો ડોઝ ત્યાં સુધી આપવામાં નથી આવતો જ્યાં સુધી તે સંપૂર્ણપણે સ્વસ્થ ના થઈ જાય.

આ પરિસ્થિતિમાં દર્દીએ પહેલા સંપૂર્ણપણે સાજા થઈ જવું જોઈએ પછી કોરોનાની રસીનો બીજો ડોઝ લેવો જોઈએ. નિષ્ણાંતોનું કહેવું છે કે ભલે કોરોનાથી રિકવર થનાર વ્યક્તિમાં અમુક એન્ટીબૉડી બની ગઈ હોય. પરંતુ તેણે વેક્સિનનો બીજો ડોઝ લેવો જોઈએ.. માત્ર રસીની મદદથી જ શરીર સંપૂર્ણપણે એન્ટીબૉડી પ્રાપ્ત કરી શકે છે. જે લાંબા સમય સુધી તમને ફરીતી વાઈરસની ચપેટમાં આવવાથી બચાવી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો