કોરોના સામેની લડાઈ વધુ મજબૂત બનશે : નવી ૧૫૦ એમ્બ્યુલન્સ સેવામાં જોડાઈ

Upto 45% off on Handpicked Laptops and Desktops

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-04-2021

રાજયમાં કોરોના મહામારીની આ બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે, દર્દીઓને લેવા જતી ૧૦૮ એમ્બ્યુલન્સમાં કલાકોનું વેઇટિંગ રહેતું હતું. એમ્બ્યુલન્સની પણ ઘટ વર્તાઈ હતી તેવા સમયે અઠવાડિયા પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળેલી કોર કમિટીની બેઠકમાં નવી ૧૫૦ એમ્બ્યુલન્સ માટે ઓર્ડર અપાયો હતો. સરકારે ર૬.૩૮ કરોડના કુલ ખર્ચે માત્ર એક જ અઠવાડિયામાં સમગ્ર પ્રક્રિયાઓ પૂરી કરી લીધી હતી. આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કચ્છથી ડાંગ સુધીના સમગ્ર વિસ્તારના કોરોના દર્દીઓને વેળાસર એમ્બ્યુલન્સ સેવા મળી રહે તે માટે આ નવી ૧પ૦ એમ્બ્યુલન્સને ગાંધીનગરથી જિલ્લાઓમાં પ્રસ્થાન કરાવ્યું હતું.

આ નવી ૧પ૦ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સુવિધા, જરૂરી તબીબી સાધનો અને પેરામેડીકલ સ્ટાફ સહિતની સગવડો માત્ર ત્રણ જ દિવસના વિક્રમસર્જક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી છે.

કોરોના સંક્રમણની વ્યાપકતાના આ સમયમાં રાજ્યમાં ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારથી માંડી કચ્છના સરહદી ક્ષેત્ર સુધી જરૂરતમંદ દર્દીઓની સારવાર માટે આ એમ્બ્યુલન્સ સેવાઓ સુસજ્જ છે. એટલું જ નહિ, જી.પી.એસ સિસ્ટમ, સ્માર્ટ ફોન, અનુભવી અને તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા આ સેવાઓનું પેપરલેસ ડિઝીટલી મોનિટરીંગ સી.એમ ડેસ્ક બોર્ડ દ્વારા થઇ શકશે.

આ નવી ૧પ૦ એમ્બ્યુલન્સ સેવાઓ આજથી જ કાર્યરત થઇ જતાં રાજ્યમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેની સજ્જતામાં વધુ સગવડ જોડાઇ જવાથી સમયસર, ત્વરિત સુવિધા મળશે અને આ આરોગ્ય સેવા જીવનરક્ષક બની રહેશે. મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી આ ૧પ૦ એમ્બ્યુલન્સને જિલ્લામાં સેવારત થવા પ્રસ્થાન કરાવ્યું તે અવસરે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ તેમજ વરિષ્ઠ સચિવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો