ધૂમ્રપાન કોરોના કે લિએ હાનિકારક (નહીં) હૈ!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-04-2021

દેશમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને યુપી સહિત દરેક રાજ્યમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના ઇન્ફેક્શન (કોવિડ 19) ના કેસો નોંધાયા છે. આ સાથે મોટી સંખ્યામાં લોકો મરી પણ રહ્યાં છે. દરમિયાન વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) એ તાજેતરમાં જ એક અભ્યાસ અહેવાલ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધૂમ્રપાન કરનારાઓ, શાકાહારીઓ અને બ્લડ ગ્રુપઓ ધરાવતા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગવાની સંભાવના ઓછી છે.સર્વોચ્ચ સંશોધન સંસ્થાના એક સર્વે અનુસાર ધૂમ્રપાન કરનારાઓ અને શાકાહારીઓમાં ઓછી સેરો-પોઝિટિવિટી જોવા મળી હતી, જ્યારે બ્લડ ગ્રુપ ઘથી કોરોના વાયરસ થવાની સંભાવના ઓછી છે.કોવિડ 19ની શ્વસન સંબંઘી બીમારી હોવા છતાં ધૂમ્રપાન બચાવકારક હોઇ શકે છે તેઓએ જણાવ્યું કે, 35 વ્યક્તિઓનું છ મહીનામાં બીજી વાર નમૂના લેવા પર એન્ટિબોડીના સ્તરમાં ત્રણ મહીનાની તુલનામાં ઘટાડો આવ્યો જ્યારે બેઅસર કરનાર એન્ટિબોડીનું સ્તર સ્થિર જોવા મળ્યું. જો કે, સામાન્ય એન્ટિબોડીની સાથે જ બેઅસર કરનાર એન્ટિબોડીનું સ્તર જરૂરિયાતથી વધારે હતું. અભ્યાસમાં કહેવામાં આવ્યું કે, અમારું નિષ્કર્ષ છે કે, ધૂમ્રપાન કરનારાઓ સીરો પોઝિટિવ થવાની સંભાવના ઓછી છે, સામાન્ય વસ્તીનો આ પ્રથમ રિપોર્ટ છે અને તેનો પુરાવો છે કે, કોવિડ 19ની શ્વસન સંબંઘી બીમારી હોવા છતાં ધૂમ્રપાન બચાવકારક હોઇ શકે છે. આ અભ્યાસમાં ફ્રાંસના બે અભ્યાસો અને ઇટાલી, ન્યૂયોર્ક અને ચીનનાં આ જ પ્રકારના રિપોર્ટોના અહેવાલ આપવામાં આવ્યાં છે કે જેમાં ધૂમ્રપાન કરનારાઓમાં સંક્રમણનો દર ઓછો હોવાના અહેવાલ છે. તમને જણાવી દઇએ કે, અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ઈઉઈ)એ પણ તાજેતરના સંશોધનમાં એવો દાવો કર્યો હતો કે, તેણે અમેરિકામાં 7000 થી વધુ કોરોના પોઝિટિવ લોકોનો અભ્યાસ કર્યો છે. જેમાંથી, ફક્ત 1.3 ટકા લોકો જ સિગારેટ પીતા હોવાનું બહાર આવ્યું છે. તે જ સમયે, યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધનકારોએ બ્રિટન, ચીન, ફ્રાન્સ અને અમેરિકાના લગભગ 28 સંશોધન પત્રોનો પણ અભ્યાસ કર્યો છે. એમાં પણ તેઓએ દાવો કર્યો છે કે કોરોના સંક્રમિતોમાંથી સિગારેટ પીનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો