મોરબી: લેમિનેટ/પ્લાયવૂડ એસો. ના પૂર્વ પ્રમુખ રસિકભાઈ લખમણભાઈ પનારાનું નિધન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-04-2021

મોરબી શહેરના લેમિનેટ/પ્લાયવુડ એશોસિએશનના પૂર્વ પ્રમુખશ્રી રસિકભાઈ લખમણભાઈ પનારાનું ગત. તા. 27-4-2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

મોરબીમાં મુઠ્ઠી ઉંચેરું સ્થાન ધરાવતા ખુબ જાણીતા ઉદ્યોગપતિનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોમાં, મિત્રોમાં તથા વ્યાપારિક વર્તુળોમાં સોપો પડી ગયો છે.

સદગતના દિવ્ય આત્માને પરમકૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે તેવી અંત:કરણ પૂર્વકની પ્રર્થના તથા તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે.