મોરબી: સિરામિક એસોસિએશન દ્વારા 1000 સિલિન્ડર રિફિલ થઈ શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે ઉભો કરાયો: કેન્દ્ર સરકાર લિકવિડની મંજૂરી આપે તો કાર્યરત થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-04-2021

ઓક્સિજનની કારમી તંગીને દૂર કરવા મોરબી સીરામીક એશોસિએશનન દ્વારા માત્ર છ થી સાત દિવસમાં જ દરરોજ 1000 સિલિન્ડર રિફિલ થઈ શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે ઉભો કરી દીધો છે, જો કે કેન્દ્ર સરકાર આ માટે જરૂરી લિકવિડનો ક્વોટા સત્વરે મંજુર કરે તો મોરબી ઉપરાંત અન્ય જિલ્લાને પણ ઓક્સિજન મળી શકે તેમ છે.

મોરબી સીરામીક એસોસીએસનની ટીમના હોદેદારો દ્વારા રાત દિવસ એક કરીને અથાક પ્રયત્નો દ્વારા માત્ર ૬-૭ દિવસમા જ ૬૫ ટનની ક્ષમતા વાળો ઓકિસજન પ્લાન્ટ ઉભો કરી દીઘો છે જેમા જરુરી પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફટીનુ લાયસન્સ પણ સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી મળી ગયુ છે પરંતુ હવે આ પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર ઝડપથી લીક્વીડનો કોટો ફાળવી આપે તો આ પ્લાન્ટમા રોજના ૧૦૦૦ સીલીન્ડર ઓકિસજન રીફીલીંગ થઈ શકે તેમ છે. જો આ પ્લાન્ટ સત્વરે ચાલુ થાઈ જાય તો મોરબી સહીત આસપાસના જિલ્લાઓની ઓક્સિજનની અછત દૂર કરવા મહત્વનો સાબિત થઇ શકે એમ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો