SC એ મોદી સરકારની ઝાટકણી કાઢી, સરકાર પાસે કોરોના સંકટનો સામનો કરવા માટે કોઇ પ્લાન છે કે નહીં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-04-2021

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના સતત વધતા જતા કેસો પર કેન્દ્ર સરકાર પર કડક ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અમે આ વિકટ પરિસ્થિતીમાં મૂકદર્શક બની શકીએ નહીં. કોર્ટે કહ્યું કે, સરકારે કોરોના સંકટનો સામનો કામ કરવા માટે તેની યોજના શું છે તે પણ જણાવવી પડશે. ન્યાયાધીશ એસ.આર. ભટે કહ્યું, ‘હું બે મુદ્દાઓ ઉઠાવવા માંગુ છું, જે કેન્દ્ર સરકાર હેઠળ છે. પહેલી બાબત એ છે કે કેન્દ્રિય સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે. અર્ધસૈનિક તબીબો, પેરામેડિક્સ, સૈન્ય સુવિધાઓ અને ડોકટરોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે. બીજી બાબત એ છે કે સરકાર પાસે આ સંકટને પહોંચી વળવાનો કોઇ પ્લાન છે કે નહીં.’

કોરોનાનાં વધતા જતા કેસોની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટોએ રાજ્યોની પરિસ્થિતિઓ પર નજર રાખવી જોઈએ. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ દ્વારા નજર રાખવામાં આવવી જોઇએ, પરંતુ સર્વોચ્ચ અદાલત પણ ચૂપ બેસી શકે નહીં. કોર્ટે કહ્યું કે અમારું કાર્ય રાજ્યો વચ્ચે સંકલન કરવાનું છે. આ સિવાય કોર્ટે એ પણ પૂછ્યું છે કે શું આ કટોકટીમાં સેના અને અન્ય દળો કેન્દ્ર સરકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે.

શું કહ્યું સુપ્રિમ કોર્ટે? ગત ગુરૂવારે સુપ્રિમ કોર્ટે સ્વત: સંજ્ઞ્રાન લઇને સરકારને નોટિસ ફટકારીને પુછ્યું હતું કે કોરોના વાયરસને પહોંચી વળવા માટે તેની રાષ્ટ્રિય સ્તર પર શું યોજના છે, હાલની સ્થિતીને નેશનલ ઇમર્જન્સિની સમાન બતાવતા મુખ્ય ન્યાયાધિશ એસ એ બોબડેની બેન્ચે સુપ્રિમ કોર્ટને કેન્દ્ર સરકાર પાસે ઓક્સિજન અને દવાઓની સપ્લાય અને રસીકરણ અંગે જવાબ માંગ્યો હતો, કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે તે કોરોના સામે લડવા માટે પોતાની રાષ્ટ્રિય સ્તરની યોજના જણાવે.

કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સ્તર પર પ્રયાસ માટે સુપ્રિમ દ્વારા હસ્તક્ષેપ કરવો જરૂરી છે, આ સંકટ વચ્ચે સર્વોચ્ચ અદાલત મૂકદર્શક બનીને બેસી રહી શકે નહીં, સુપ્રિમ કોર્ટનાં સવાલો પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ રજુ કરતા કહ્યું કે અમે સંપુર્ણ સતર્કતાની સાથે સ્થિતીને સંભાળવામાં લાગ્યા છિએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો