ગઈ કાલે કેન્દ્ર સરકારે કહ્યું, ઑક્સિજનની અછત નથી, આજે મોદી સરકારના મંત્રીએ જ પોલ ખોલી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક મોટું નિવેદન આપતા કહ્યું કે લોકો એ સમજે કે હાલમાં ઓક્સિજન-દવાની અછત છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન દેશમાં ઓક્સિજનની અછત છે-નીતિન ગડકરી

અમે મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યાં છીએ લોકોના જીવ બચાવવા જરુરી: નીતિન ગડકરીએ જણાવ્યું કે અમે મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યાં છીએ. તેથી થોડી તકલીફ તો રહેવાની પરંતુ લોકોના જીવ બચાવવા જરુરી છે અને અમે એ વ્યવસ્થા કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ લોકોના જીવ બચાવવાનો છે.

નીતિન ગડકરીનું આ નિવેદન કેન્દ્ર સરકારને મુશ્કેલીમા મૂકી શકે છે. કારણ કે હજુ એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર જણાવી ચૂકી છે કે દેશમાં ઓક્સિજનની અછત નથી પરંતુ ટ્રાન્સપોર્ટેશન સમસ્યા છે.

દેશમાં ઑક્સિજનની કોઈ અછત નથી- કેન્દ્ર સરકારે કહ્યું હતું: એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દેશમાં ઑક્સિજનની કોઈ અછત નથી, પરંતુ તેને પહોંચાડવાનું કામ સૌથી મોટી સમસ્યા છે. હાલમાં લોકોમાં બિનજરૂરી ગભરામણનો માહોલ થયો છે. ગભરાઈને અમુક લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે, લોકો ડૉક્ટરની સલાહ આપે તો જ દાખલ થાઓ.

બ્રિટનથી મદદનો પહેલો જથ્થો રવાના: ભારતમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર,વેન્ટિલેટરની અછત વર્તાઈ રહી છે. આ દરમિયાન બ્રિટનથી જીવન રક્ષક મદદ પેકેજનો પહેલો જથ્થો રવાના કરી દેવામાં આવ્યો હતો અને જે આજે નવી દિલ્હી પહોંચવાની આશા છે. જેમાં 495 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 120 નોન ઈન્વેજિવ વેન્ટિલેટર અને 20 મેન્યૂઅલ વેન્ટિલેટર સામેલ છે.  બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યુ કે મુશ્કેલિના સમયે બ્રિટન ભારતની સાથે ઉભુ છે.

ધ્યાન તાત્કાલીક જરુરી સાધનોને નિરંતર પ્રવાહને ઝડપી કરવા પર: બ્રિટન સરકારના સૂત્રોએ જણાવ્યુ કે વિદેશી રાષ્ટ્રમંડળ અને વિકાસ કાર્યાલય(એફસીડીઓ) દ્વારા ચૂકવવામાં આવેલી આગામી ખેપની વ્યવસ્થા આ અઠવાડિયા દરમિયાન કરવામાં આવશે અને આમાં 9 એરલાઈન્સ કન્ટેનર લોડ સામિલ થશે. આમાં 495 ઓક્સિજન કન્સેન્ટ્રેટ, 120 નોન ઈન્વેજિવ વેન્ટિલેટર અને 20 મેન્યૂઅલ વેન્ટિલેટર સામેલ છે. જો કે ધ્યાન તાત્કાલીક જરુરી સાધનોને નિરંતર પ્રવાહને ઝડપી કરવા પર છે.

600થી વધારે મહત્વૂર્ણ ચિકિત્સકીય સાધનો ભારતમાં મોકલવામાં આવશે: લાંબાગાળાના સમયમાં ભારતમાં જરુરિયાતોને પુરી કરવા માટે સરકારી વિભાગો, બન્ને દેશોના ઉચ્ચાયોગો, બ્રિટનમાં ભારતીય મૂળના ગ્રુપોની વચ્ચે ચર્ચા ચાલુ છે. એફસીડીઓએ જાહેરાત કરી હતી કે ભારત સરકારની સાથે ચર્ચા બાદ કોવિડ 19ની વિરુદ્ધ ભારતની લડાઈમાં મદદ કરવા માટે 600થી વધારે મહત્વૂર્ણ ચિકિત્સકીય સાધનો ભારતમાં મોકલવામાં આવશે.

બ્રિટન ભારતની સાથે એક ‘મિત્ર અને સાથી’ના રુપમાં: ખતરનાક વાયરસથી જીવનને બચાવવા માટે સેંકડો ઓક્સિજન કન્સેન્ટ્રેટર અને વેન્ટિલેટર સહિત મહત્વપૂર્ણ ચિકિત્સકીય સાધનો હવે બ્રિટન ભારતને પહોંચાડવાના માર્ગે છે. બ્રિટને ભારતની સાથે એક ‘મિત્ર અને સાથી’ના રુપમાં આ કપરા સમયમાં ઉભુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો