તમે માત્ર ગુલાબી પિક્ચર બતાવો છો, આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી: ગુજરાત હાઈકોર્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-04-2021

રાજ્ય સરકારની કોરોનાની કામગીરી અંગે સુઓમોટો PIL પર ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) માં સુનાવણી શરૂ થઈ છે. સરકારે સુઓમોટો મામલે સોગંદનામું 74 પેજનું સોગંધનામુ કર્યું છે. આ સોગંધનામામાં રેમડેસિવિર અને rtpcr મામલે રજુઆત કરી છે. હાઈકોર્ટમાં હાલ ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે. ત્યારે સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો કે, 108 માં જ દર્દીઓનેને અમદાવાદની 4 હોસ્પિટલમાં એડમિશન આપવામાં આવ્યા છે. કેમ પ્રાઇવેટ વેહિકલમાં નથી આપતાં? છેલ્લી સુનવણીમાં પણ આ મુદ્દા પર અમે સ્પષ્ટતા માંગી હતી. તો એફિડેવિટમાં કેમ કોઈ સ્પષ્ટતા ન કરાઈ. સાથે જ Hcએ સરકાર (gujarat government) ની ઝાટકણી કાઢીને કહ્યું કે, એબ્યુલન્સ મામલે પણ તમારું સ્ટેન્ડ વિરોધાભાસ છે. તમારી તૈયારી શુ છે? તમે માત્ર અમદાવાદની વાત કરો છે, રાજ્ય માટે શું પ્લાન છે. તમે માત્ર amc ના વકીલ નથી.

સાથે જ હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, સરકારની ગાઈડલાઈન કરતા અલગ ગાઈડલાઈન ના હોવી જોઈએ. કોઈ વ્યક્તિ નજીકના ગામમાં રહેતું હોય તો કેમ અમદાવાદમાં સારવાર ના કરાવી શકે. તમે માત્ર ગુલાબી પિક્ચર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી. સાથે જ હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, દરેક હોસ્પિટલે બહાર બોર્ડ લાગવવું જોઈએ કે ત્યાં કેટલા બેડ ખાલી છે, કેટલા બેડ ઓક્સિજન છે અને કેટલા બેડ ફૂલ છે. સ્ટાફની અછત હોય તો ઇન્ટર્ન સ્ટુડન્ટસને બોલવવા આવે તેવું સરકારને hc એ નિર્દેશ આપ્યો.

હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે, હાલ 14000 થી વધુ કેસ છે આગામી દિવસમાં કેસ વધ્યા તો સરકાર શુ કરશે? સરકાર સ્વીકારે કે તમામ વસ્તુની અછત છે અને હોસ્પિટલ ફૂલ છે, તો હવે સરકાર શું કરશે. આ સાથે જ હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો કે, રેમડેસિવિરને લઈ સરકાર કહ્યું કે, જે દર્દીઓને 6 રેમડેસિવિરની જરૂર છે તેમને 6 ઇજેક્શન આપો, 3 ઇજેક્શન આપી બંધ ન કરો.

લોકડાઉન વિશે હાઈકોર્ટે સરકારને કહ્યું કે, લોકડાઉન એ નિરાકરણ નથી. અન્ય દેશ સાથે સરખામણી ન કરો. હવે આ મામલે વધુ સુનવણી મંગળવાર 4 મેના રોજ  હાથ ધરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો