વાંકાનેર : ચંદ્રપુર ભાટિયા સોસાયટીમાં તા. 27-4 ના રોજ કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-04-2021

(અજય કાંજીયા દ્વારા) વનકાનેરમાં આવતી કાલે 27-4-2021 ના રોજ ભાટિયા સોસાયટીમાં કોરોના વેક્સિનેશન કેમ્પમાં વધુમા વધુ લોકોનું વેક્સિનેશન થાય તે માટે કોઠી પ્રાથમિક આરોગ્યના મેડિકલ ઓફિસર, ડૉક્ટર સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ કોરોનના વધતા જતા કેસમાં કોરોનાને પહોંચી વળવા સક્ષમ હોય ભાટિયા સોસાયટીમાં વેક્સિનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં dr. હીનાબેન fhw દ્વારા વેક્સીન આપવામાં આવશે , આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવું આરોગ્ય કાર્યકર ગોપાલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા ગામના આશા બહેનો તથા સરપંચ સહીત આગેવાનોએ કમર કસી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો