મોરબીમાં હોમ આઇસોલેટ દર્દીઓને ઘરે ઘરે રેમડીસીવીર પહોંચાડવા સંસ્થા તૈયાર

જલારામ પ્રાર્થના મંદિરના પ્રમુખ નિર્મિત કક્કડનો મુખ્યમંત્રીને પત્ર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-04-2021

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના પ્રમુખ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરી ઘરે રહેલા દર્દીઓને પણ રેમડેશિવીર ઈન્જેક્શન ઘરે ઘરે જઈને આપવાની પારદર્શક વિતરણ વ્યવસ્થા કરવાની માંગ કરેલ છે.શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા હાલમાં રજૂઆતમાં જણાવ્યુ છે કે, સમગ્ર મોરબી મા એક પણ હોસ્પીટલ તથા કોવિડ સેન્ટરમા જગ્યા ખાલી રહી નથી તેથી ગંભીર લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓ પણ ઘરે સારવાર લેવા માટે મજબુર બન્યા છે. આ પરિસ્થિતીમા મોરબીના તબિબો તથા મેડીકલ સ્ટાફ ઘરે જઈ દર્દીઓને સારવાર આપી રહ્યો છે જો કે, હોમ ક્વોરન્ટાઈન દર્દીઓને રેમડેશિવીર ઈન્જેક્શન નહીં મળે તેવું કહેવામા આવે છે જેથી દર્દીઓની સ્થિતી કફોડી બને છે તેમજ મૃત્યુઆંક વધી રહ્યો છે. આ પરિસ્થિતીમા જો સરકારની તત્પરતા હોય તો મોરબી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનો ઘરે ઘરે જઈ ડોક્ટરને સાથે રાખી, વિડીયોગ્રાફી કરી, જરૂરી દસ્તાવેજો એકત્રિત કરી ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓને સરકાર માન્ય કીંમતે રેમડીસીવીરનું વિતરણ કરવા તૈયાર છે. જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અનેક સેવાકીય કામ કરવામાં આવે છે. ત્યારે ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રતાપભાઈ ચગ, ભાવીન ભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ સહીતના આગેવાનોની આગેવાનીમા રેમડીસીવીર પહોચડવા માટે ટિમ તૈયાર છે ગત વર્ષે સરકાર દ્વારા લાદવા મા આવેલ લોકડાઉન ના 40 દીવસ દરમિયાન સંસ્થા દ્વારા એક લાખ જેટલા ફુડપેકેટનુ જરિયાતમંદો ને વિતરણ કરવામા આવ્યુ હતુ. પ્રવર્તમાન સમયે પણ સંસ્થા દ્વારા વિનામુલ્યે સર્વજ્ઞાતિય ઓક્સિજન બોટલ વિતરણ, રાહતદરે ઓક્સિમિટર, નેબ્યુલાઈઝર મશીન વિતરણ, એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા અવિરતપણે પ્રદાન કરવામા આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો