મોરબી: કોરોનાથી પોતાના ગામને સુરક્ષિત રાખવા ગજાનન પાર્કના પ્રમુખ દ્વારા કરવામાં આવેલી તૈયારીનું અનુસરણ બધા ગામોના સરપંચોએ કરવા જેવી છે

ગજાનન પાર્કના લોકોએ આરોગ્ય સેવા માટે હોસ્પિટલોના ચક્કર કાપવાની જરૂર નથી , આરોગ્ય સેવા તમારા ઘરે પુરી પાડવામાં આવશે : જયદેવસિંહ જાડેજા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-04-2021

મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ પોતાના સુચારુ વહીવટ માટે જાણીતા છે. તેઓએ કોરોનાની આવેલી બીજી લહેરમાં ગજાનન પાર્કના લોકોને સુરક્ષિત રાખવા અનેક પગલાં લીધા છે. જેમ કે ગામમાં જ 5 બેડનું અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યું છે, દરેક વ્યક્તિની આરોગ્યની ચકાસણી સમિતિના બહેનો દ્વારા કરવામાં આવે છે, અત્યારે જ્યાં પૈસા દેતા પણ નથી મળતી તેવી આરોગ્ય સેવા ગજાનન પાર્કમાં ઘરબેઠા પુરી પાડવાની વ્યવસ્થા ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ દ્વારા કરવામાં આવી છે,

કોરોનાની બીજી લહેરમાં તમામ ગામડાઓ સુરક્ષિત રહે તે માટે ગુજરાતના દરેક ગામના સરપંચો, વહીવટકર્તાઓએ ગજાનન પાર્કની આરોગ્યલક્ષી તૈયારીઓ માટે લીધેલા પગલાંનું અનુસરણ કરવા જેવું છે. જેથી કરીને ભારતના ગામડા સુરક્ષિત રાખી શકાય.

જયદેવસિંહ દ્વારા ગજાનન પાર્કમાં લોકોને ઓક્સિજન લેવલ ચેક કરવા માટેની સુવિધા, ડાયાબિટીસના દર્દીઓ માટે ચેકકપની સુવિધા, ઓક્સિજનની ઉણપ હોય તો રિઝાવમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા અગાઉથી જ કરી લેવામાં આવી છે. અને ખાસ કરીને લોકોને માસ્ક પહેવાની કડક સૂચના આપવા આવી છે. માસ્કનું પણ વિતરણ ગજાનન પાર્કની સમિતિ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તો જે લોકોને કોરોનાના લક્ષણ દેખાય તો તેઓને આઇસોલેશનમાં રાખવા માટે અલગથી 5 બેડનું આઇસોલેશન વોર્ડ પણ તૈયાર રાખ્યું છે. જે કોઈને પણ ઇમર્જન્સીમાં ઈન્જેક્શનની જરૂર પડે તો તેની પણ વ્યવસ્થા જયદેવસિંહ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ કોરોનાંના કપરા દિવસોમાં વહીવટકર્તાઓ જો પોતાની ક્ષમતા મુજબ આરોગ્યલક્ષી સેવામાં કમર કસે તો પોતાના ગામની જનતાને બિનજરૂરી હાલાકી ભોગવવનો વારો ન આવે.

આમ ગજાનન પાર્ક જે રીતે કોરોનાથી લાડવા સજ્જ થઇ ગયું છે તેવી રીતે જ જો ગુજરાતના તમામ ગામડાઓ સજ્જ થઇ જશે તો કોરોનાને મહદંશે કાબુમાં લાવી શકાશે. સૌ સાથે મળીને જ લડીશું તો જ કોરોના જેવી મહામારીમાં સુરક્ષિત રહીશું.

ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ દ્વારા ગજાનન પાર્કના લોકોને અનુલક્ષીને એક વિડિઓ સંદેશ જારી કર્યો છે. જેમાં તેઓએ કરેલી તૈયારી વિષે સંપૂર્ણ માહિતી આપી છે. આ પ્રકારની તૈયારી જો દરેક ગામમાં કરવામાં આવે તો કોરોનાનો ગામડાંમાં પગપેસારો અટકાવવા ખુબ મદદરૂપ થઈ શકશે.

Jaydevsinh Jadeja (Gajanan Park, Morbi)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો