વાંકાનેર: રિક્ષાની હડફેટે ચડતા પરપ્રાંતિય યુવક ગંભીર રીતે ઘાયલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરમાં દરિયાલાલ હોટલ પાસે જી.જે.36-U4478 નંબરની રીક્ષા દરિયાલાલ હોટેલ પાસે પસાર થઇ રહી હતી જ્યાં ફેકટરીમાં કામ કરતા એક મજુર સાથે અકસ્માત થતા આ પરપ્રાંતીય મજૂર ગંભીર રીતે ઘાયલ થયેલ છે, જેને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી દેવામાં આવી છે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો