ઓક્સિજન સિલિન્ડરની પણ જરૂર નહિ પડે તેવી કોરોનાની દવા માર્કેટમાં આવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-04-2021

ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ શુક્રવારે જાહેરાત કરી કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ (DCGI) પાસેથી કોવિડ 19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની ‘Virafin’ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. એન્ટીવાયરલ વિરાફિન દર્દીઓની તેજીથી રિકવરી માટે મદદ કરશે. તથા અનેક સમસ્યાઓમાંથી ઉગારશે. કોરોનાની મહામારી વચ્ચે ઝાયડસ કંપનીની આ દવા આશાનું નવુ કિરણ બનીને આવી છે.

ઝાયડસ કેડિલાનું કહેવુ છે કે, તેમની આ દવા લીધા બાદ 7 દિવસમાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આવું 91.15 ટકા રોગીઓ સાથે થયું છે. કંપનીનો દાવો છે કે, હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં તેનો ઉપયોગ થશે. ઓક્સિજન લેવલને મેઈનટેઈન કરવા માટે પણ આ દવા કારગત નીવડી છે. ઝાયડસનું કહેવું છે કે આ ઇન્જેક્શનની મદદથી કોરોનાના દર્દીઓને ઝડપથી રિકવર કરવામાં મદદ મળશે. ભારતમાં છેલ્લા 10 વર્ષથી આ દવાનો ઉપયોગ થઈ રહ્યો હતો. પણ કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખીને તેને નવેસરથી તૈયાર કરવામાં આવી છે.

તો શું વિરાફિનની પણ અન્ય દવાઓની જેમ કાળા બજારી થશે તે વિશે કંપનીએ કહ્યુ કે, આ દવાની કાળાબજારી નહિ થાય. આ માટે કંપનીએ પ્લાન બનાવ્યો છે. શરૂઆતમાં ઓપન માર્કેટમાં વેચવામાં નહીં આવે. અત્યારે આ માત્ર ડૉક્ટરોની પાસે જ જશે. તેમના દ્વારા દર્દીઓને આ ઇન્જેક્શન અપાશે.

શું છે વિરાફીન?: ઝાયડસ કેડિલા કંપનીની એન્ટિ વાયરલ દવા વિરાફીનનો ઉપયોગ હિપેટાઇટસ-સી અને બીની સારવાર માટે કરવામાં આવે છે. આ દવાનું મેડિકલ નામ પેઝિટિલેટ ઇન્ટરફેરન અલ્ફા-2B એટલે કે PegIFN છે. હેપેટાઇટની સારવારમાં તેના ઘણા ડોઝ આપવામાં આવે છે. DCGI એ તેને પુખ્તવયના લોકોમાં કોરોનાની સારવાર માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. આ ઇન્જેક્શનનો માત્ર 1 ડોઝ પૂરતો છે. તેનાથી રાહત મળશે. તેથી જ આ દવાના માદ્યમથી 7 દિવસમાં આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ લાવવાનો દાવો કરાય છે.

91.15 ટકા અસરકારક હોવાનો દાવો

કંપનીનો દાવો છે કે, Pegylated Interferon Alpha 2b (Verifin) દવા 18 વર્ષથી વધુના અને હળવા લક્ષણવાળા દર્દીઓ પર અસરકારક સાબિત થઈ છે. ક્લિનિકલ ટ્રાયલમાં દવાના 91.15 ટકા રિઝલ્ટ મળ્યું છે. આ પરિણામોથી સંકેત મળ્યા છે કે, દવાથી દર્દીના રિકવરીના ચાન્સ વધુ છે, આથી બીમારીને આગળ વધતા અટકાવી શકાય છે. કંપનીએ જણાવ્યું કે, ત્રીજા ફેઝમાં હ્યુમન ટ્રાયલ ભારતના 20 થી 25 કેન્દ્રોમાં 250 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનુ અસરકારક પરિણામ મળ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો