(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-04-2021
રાજકોટ (Rajkot) માં ઓક્સિજન (Oxygen) ની અછતને લઈને કલેકટર (Collector) અને તબીબો (Doctors) આમને-સામને આવી ગયા છે. જિલ્લા કલેકટરે દાવો કર્યો છે કે 100 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. જ્યારે તબીબોએ સવાલ કર્યો હતો કે, ઓક્સિજન (Oxygen) નો પૂરતો જથ્થો છે તો કેમ આપવામાં આવતો નથી. ગઈકાલ થી ઓક્સિજન આપવા માંગ કરી રહ્યા છીએ.
રાજકોટ (Rajkot) શહેર અને જિલ્લામાં ઓક્સિજન (Oxygen) ની અછત છેલ્લા 3 દિવસથી જોવા મળી રહી છે. આજે શહેરમાં ઓક્સિજન પૂરતો ન હોવાથી 4 દર્દીના મોત ખાનગી હોસ્પિટલમાં થયા હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
જેમાં તેમને જણાવ્યું હતું કે , રાજકોટ શહેર અને જિલ્લામાં ઓક્સિજનની કોઇ અછત નહીં સર્જાઇ પૂરતો જથ્થો રાજકોટ ને મળવા પાત્ર છે. જેમાં રોજ રાજકોટ (Rajkot) ને 100 મેટ્રિક ટન ઓક્સિજન ની જરૂરિયાત છે અને તે પૂરતો જથ્થો ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ઓક્સિજન રીફલિંગ કરતા ખાનગી પ્લાન્ટ ખાતે ઓક્સિજન રીફલિંગમાં લાઇનો લાગતી હોવાથી હોમ આઇસોલેટ દર્દીને અલગ જગ્યા પર રીફલિંગ કરવા અને હોસ્પિટલ માટે અલગ જગ્યા પર રીફલિંગ કરવા માટે વ્યવસ્થા ગોઠવવા નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજકોટ (Rajkot) ની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન (Oxygen) ની ભયંકર અછત સર્જાય છે. જીનેસીસ હોસ્પિટલના તબીબો દ્વારા જિલ્લા કલેકટરના ઓક્સિજનના દવાઓ સામે પત્રકાર પરિષદ યોજી હતી. ડો. જયંત મહેતા અને ડૉ. અર્ચિત રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટમાં 110 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. તેની સામે 100 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવશે તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે સવાર થી ઓક્સિજન માટે માંગ કરી રહ્યા છીએ.
ટેન્ક લાઈનમાં લઈને હોસ્પિટલનો સ્ટાફ ઉભો છે પણ વારો આવ્યો નથી. હાલ 14 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે, 4 દર્દીઓ હાઈફલો પર કસર્વર હેઠળ છે અને 6 દર્દીઓ લો ફ્લો પર સારવાર હેઠળ છે. હોસ્પિટલ પાસે માત્ર 24 ઓક્સિજન સિલિન્ડર છે જે માત્ર 2 કલાક ચાલે એટલો જ ઓક્સિજનનો જથ્થો છે. આવી જ સ્થિતિ શહેરની તમામ ખાનગી હોસ્પિટલોની જોવા મળી રહી છે.
ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના જીવ અધ્ધરતાલ
ગઈકાલે રાત્રે પરમ હોસ્પિટલમાં ઓક્સિજન (Oxygen) ની અછત સર્જાતા 30 દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા જ્યારે કુંદન હોસ્પિટલમાં ઓક્સિજન (Oxygen) મોડી રાત્રે પૂર્ણ થઈ જતા 4 દર્દીઓ મોતને ભેટ્યા હતા. તેમ છતાં પણ તંત્ર ઓક્સિજનનો જથ્થો પૂરતો હોવાનું આશ્વાસન આપી રહ્યું છે. ઓક્સિજન (Oxygen) વગર મોત થવા મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો