અમિત શાહે સંભાળી ગુજરાતની કમાન?

GMDC ગ્રાઉન્ડ ખાતે કોવિડ હોસ્પિટલના લોકાર્પણનું તો બ્હાનું માત્ર છે? રૂપાણી કેવળ નામનાં મુખ્યમંત્રી?

કોરોનામાં ધ્વંશ થયેલી તબીબી વ્યવસ્થાથી લોકરોષ ભભૂકી ઉઠતાં કેન્દ્રએ બાજી સંભાળી હોવાની ચર્ચાએ પકડ્યું જોર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-04-2021

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ, હોસ્પિટલમાં લાગી રહેલી લાઈનો, સારવાર ના મળતા મૃત્યુને મુખે પહોંચી રહેલા સામાન્ય માણસો. આ ચિતાર છે ગુજરાતનો. જેના પડઘા હવે દિલ્હી દરબારમાં પણ પડ્યા હોય એવું લાગી રહ્યુ છે અને એ જ કારણ છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા. જો કે અમિત શાહના ગુજરાત અવાવનું ઓફિશિયલ હેતુ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નિર્માણ પામેલી કોવિડ હોસ્પિટલનો રિવ્યુ બતાવવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા ગુજરાતમાં બિસ્માર થયેલી વહીવટી તંત્રનો ઉધડો લેવાનો અને સાથે જ ગુજરાતમાં પડતી હાલાકીઓથી ત્રસ્ત લોકોની ફરિયાદો ના સમાધાન લાવવાનું હતું.

રાજકારણના ચાણક્ય ગણાતા અમિત શાહ આ વાત સુપેરે સમજી રહ્યા છે કે લોકોને પડી રહેલી હાલાકીનું જો તરત નિવારણ કરવામાં નહીં આવે તો પ્રજામાં રોષ ફરી ભભૂકી ઉઠે છે અને આજ કારણ છે કે હંમેશા ચૂંટણી સમયે ગુજરાતની કમાન સંભાળતા અમિત શાહે ફરી એક વાર કોરોનાકાળમાં ગુજરાતની કમાન સંભાળી છે અને કેટલાય મહત્વના નિર્ણયો પણ લીધા છે.

જો કે મીડિયા સમક્ષ રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી છે, પરંતુ જે રીતે સ્વૈચ્છીક સંસ્થાઓના કોરોના માટેની કામગીરીની જાહેરાત કરી એ જ બતાવે છે કે દિલ્હી દરબારમાં ગુજરાતની વર્તમાન

પરિસ્થિતિમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને એ જ કારણ છે ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના હોમટાઉન ગુજરાતની ધરા ફરી એકવાર સંભાળી છે.

અમિત શાહના ટોપ-10 નિર્ણય

આગામી દિવસોમાં ગાંધીનગર હેલીપેડ ખાતે 1200 બેડની કોવિડ હોસ્પિટલ

ટાટા ટ્રસ્ટના સહયોગથી 1200 બેડની હોસ્પિટલ શરૂ કરાશે. જેમાં 600 આઈસીયુ બેડ ઉપ્લબ્ધ હશે

ગરીબ અને મધ્યમવર્ગ માટે રાજ્યભરમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરાશે

કોવિડ અંગે માર્ગદર્શન માટે હેલ્પલાઈન શરૂ કરાશે

50થી વધુ તબીબો ટેલિફોનિક માર્ગદર્શન આપશે

મેડિકલ ક્ધસલન્ટન્સી શરુ થશે

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી ધન્વંતરી કોવિડ હોસ્પિટલનો આરંભ થશે.

(અનુસંધાન પાના નં.8)

ગુજરાતમાં સ્વંયસેવી સંગઠનોની સહાયથી ઠેર-ઠેર આઈસોલેશન સેન્ટર શરુ કરાશે.

શહેરમાં કર્ણાવતી ક્લબ, એડીસી બેંક, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, ઉમિયા પરિવાર ટ્ર્સ્ટ જેવી સ્વૈચ્છીક સંસ્થાઓએ આઈસોલેશન સેન્ટર શરૂ કરશે.

આઈસોલેશન સેન્ટરમાં પ્રાથમિક આરોગ્ય સુવિધા, દવાઓ અને આહાર વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો