વેક્સીનેશન લીધા બાદ પણ સાવચેતી ન રાખવી એ સીટ બેલ્ટ બાંધીને બેફિકરાઈથી કાર ચલાવવા જેવું છે!!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-04-2021

જાન્યુઆરીમાં હવે તો કોરોનાનો કાળ આવ્યો એવી વાતે ઉત્સાહ કોરોના કાળ બનીને ત્રાટકતા નિરાશામાં ફેરવાઈ ગયો છે જે અંગે રાજકોટના મહાપાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીઓ પણ માની રહ્યા છે કે વેક્સીનેશન લેતી વખતે, લીધા બાદ રાખવાની જરૂરી સાવચેતી લોકોએ રાખી નથી અને રસી લેવામાં બાકી હતા તેઓ પણ નિષ્ફીકર થવા લાગતા તેનું ભયાનક પરિણામ જોવા મળી રહ્યું છે. આને તબીબો પેલ્ટ્ઝમેન ઈફેક્ટ કહે છે. આ ઈફેક્ટ એવું કહે છે કે જ્યારે કોઈ પણ બાબતમાં સલામતિના ધારા ધોરણ અપનાવાય પછી માનવસહજ વર્તણુક જોખમી બની જાય છે. પણ નેતાઓ અને લોકો કેટલા નિશ્ચિંત, નિષ્ફિકર થઈ ગયા તે સર્વવિદિત છે. એટલું જ નહીં, વેક્સીનેશન માટે આડેધડ કેમ્પ થવા લાગ્યા તેમાં પણ નિયમો પળાયા નહીં. તો આરોગ્ય કેન્દ્રોમાં એક તરફ રસીકરણ અને ત્યાં જ કોરોનાના અને શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટીંગ, સારવાર ચાલતા હતા.

હવે  કોઈ  કુટુંબમાં એક સભ્ય સંક્રમિત થાય એટલે સ્વાભાવિક રીતે તેના સંપર્કમાં આવતા કુટુંબના અનેક સભ્યો ઝડપથી સંક્રમિત થાય છે અને કેટલાક ગંભીર બની જાય છે. કેસો એટલી હદે વધ્યા છે કે દરેકને ટ્રેસ કરી ટેસ્ટ કરી ક્વોરન્ટાઈન કરવા હવે અતિ મૂશ્કેલ છે. આને રોકવાના ઉપાય તરીકે આ અધિકારીઓ લોકો રસીથી સુરક્ષિત બને, અને આગામી થોડા મહિના સુધી એકબીજાના સંપર્ક ટાળે,ઈમ્યુનિટી વધારે , માસ્ક-ડિસ્ટન્સના નિયમો પાળે તે જ છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે વેક્સીનેશન શરૂ થયું અને હાલ ચાલી રહ્યું છે ત્યારે દરેકે એ વાત ધ્યાને રાખવી જોઈએ કે આ કોઈ મહામારીનો ઉપચાર નથી, પણ એક સુરક્ષા છે. સીટ બેલ્ટ પહેરીને બેફામ ડ્રાઈવીંગ ન જ કરાય. હવે સિવિલમાં દાખલ થતા દર્દીઓમાં મોટાભાગનાને ઓક્સીજનની જરૂરિયાત પડે છે. મહત્તમ ક્ષમતાની ઓક્સીજન ટાંકીઓ પણ હવે ટૂંકી પડી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો