કોરોના કહેર વચ્ચે મોદી સરકારની મોટી જાહેરાત, 80 કરોડ લોકોને મળશે આ લાભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-04-2021

કોરોના વાયરસના (Coronavirus) બીજા વેવને પગલે કેન્દ્ર સરકારે (Central Government) ગરીબ પરિવારોને મફત અનાજ (Free Ration) આપવા ફરી એકવાર મોટો નિર્ણય જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના (PM Gareeb Kalyan Ann Yojana) હેઠળ હવે રેશનકાર્ડ ધારકો મે અને જૂન મહિનામાં વ્યક્તિ દીઠ 5 kg કિલો વધુ ચોખા-ઘઉં લઈ શકશે.

80 કરોડ લોકોને મળશે લાભ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટિ્‌વટ કર્યું હતું કે, કોરોનાની વધતી અસરને ધ્યાનમાં રાખીને રૂ. 26,000 કરોડથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ બે મહિના માટે 5 કિલો અનાજ આપવાના નિર્ણય અંગે હું અભિનંદન પાઠવું છું. આનાથી દેશના આશરે 80 કરોડ લોકોને ફાયદો થશે. મોદી સરકાર આ આફતમાં દરેક પગલાની જનતાની સાથે ઉભી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે આર્થિક પેકેજની માંગ કરી રહ્યા છે. શુક્રવારના તમામ રાજ્યો સાથે થયેલી મીટિંગમાં ઘણા મુખ્યમંત્રીઓએ આ માંગ કેન્દ્ર સમક્ષ રાખી હતી. તેમણે કહ્યું કે, કોરોનાથી બચવા માટે કડક પ્રતિબંધો લગાવી રહ્યા છીએ. જેનાથી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે અને લોકોની સામે ભૂખનું સંકટ ઉભુ થઈ રહ્યું છે. આ કારણે કેન્દ્રએ આજથી ફ્રી અનાજની જાહેરાત કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો