મોરબીના દર્દી રાજકોટ કુંદન હૉસ્પિ.માં ઑક્સિ.ના બાટલા લઈને ગયા, ડોક્ટરોએ બાટલા અન્યને ચડાવી દીધા!! ઓક્સિ.ના અભાવે 4 દર્દીઓના મોત

સ્વજનો ગુમાવનારાના આક્રોશિત લોકોથી બચાવવા હૉસ્પિટલ ફરતે પોલીસના ધાડેધાડાં: કલેક્ટરે તપાસના આદેશ આપ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-04-2021

રાજકોટમાં કોરોનાને લીધે કફોડી સ્થિતિ ઉભી થઇ છે હોસ્પિટલો એક તરફ હાઉસફુલ થઇ રહી છે અને બીજી તરફ ઓક્સિજનના અભાવે દર્દીઓ ટપોટપ મરવા લાગ્યા છે રાજકોટને દૈનિક 110 ટન ઓક્સિજનની જરૂર છે પરંતુ માત્ર 70 ટન જ ઓક્સિજન મળતો હોવાથી હોસ્પિટલોમાં ભારે અછત જોવા મળી રહી છે ત્યારે રાજકોટના ગાયત્રીનગર મેઈન રોડ ઉપર આવેલ કુંદન હોસ્પિટલમાં અચાનક જ ઓક્સિજન ખાલી થઇ જતા દાખલ 4 દર્દીના મૃત્યુ નિપજ્યા છે મોરબીથી આવેલા દર્દીના પરિવારજનોએ પોતે ઓક્સિજન સિલિન્ડર લાવ્યા હતા તે અન્ય દર્દીઓને અપાતા ઓક્સિજનની મુખ્ય લાઈનમાં ચડાવી દીધું હોવાથી તેમના દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો

રાજકોટમાં કોરોનાને લીધે અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે હોસ્પિટલો હાઉસફુલ થઇ ગઈ હોવાથી કોરોનગ્રસ્ત દર્દીઓને દાખલ થવા માટે પણ કોઈ દર્દીની મરવાની રાહ જોવી પડે છે આ કટોકટી જેવી પરિસ્થિતિમાં હવે ઓક્સિજનની પણ ભારે અછત ઉભી થઇ છે જરૂરિયાત મુજબનો ઓક્સિજન નહિ મળતો હોવાથી તંત્ર પણ ઉંધામાથે થઇ ગયું છે ત્યારે રાજકોટના ગાયત્રીનગર મેઈન રોડ ઉપર આવેલ કુંદન હોસ્પિટલમાં અચાનક જ ઓક્સિજન ખાલી થઇ જતા ત્યાં દાખલ દર્દીઓએ જીવવા માટે કાયદેસર ફાઇટ કરી હતી તેમ છતાં ઓક્સિજનના અભાવે 4 દર્દીઓના મૃત્યુ નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે દર્દીઓના મૃત્યુ થયા બાદ પરિવારજનોને પણ હોસ્પિટલ સંચાલકો દ્વારા જાણ નહિ કરવામાં આવતા મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતા અને હોસ્પિટલની બેદરકારીથી મોત થયો હોવાનો આક્ષેપ કર્યો હતો ઓક્સિજન ખાલી થઇ જવાથી મોત થયું હોવાનો આક્ષેપ કરી પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે ડી ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ઉશ્કેરાયેલા મૃતકના પરિવારજનો કોઈ હિંસક પગલું ન ભારે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કુંદન હોસ્પિટલના તબીબ પ્રકાશ રાજાણી, દીપ રાજાણી અને

મનોજ સીડાએ મોરબીના 65 વર્ષીય રસીલાબેન નરસંગભાઇ રામાવત અને રાજકોટના 23 વર્ષીય યુવાન અભી ખાનપરાનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરી છે જયારે જેન્તીભાઇ અને વિનુભાઈ એ બે દર્દીઓને પણ ઓક્સિજન નહિ મળ્યું હોવાથી મૃત્યુ થયું હોવાનું ખાનગી સુત્રોમાંથી જાણવા મળ્યું છે ઓક્સિજનના અભાવે 4-4 દર્દીઓ મોતને ભેટતા મૃતકના પરિવારજનોના કરુણ આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી બીજી તરફ ગત સાંજે 6 વાગ્યે જ ઓક્સિજનનો પુરવઠો ખાલી થઇ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે ગઈકાલે ઓક્સિજન પૂરો થવાને આરે હોય જેથી હોસ્પિટલ સંચાલકોએ ગત બપોરે જ કલેક્ટર તંત્રને ફોન કરીને ઓક્સિજન પહોંચાડવા જાણ કરી હતી છતાં ઓક્સિજનનો પુરવઠો નહિ મળતા 4 દર્દી મોતને ભેટયા છે કુંદન હોસ્પિટલના ડોક્ટર મનોજ સીડાએ મીડિયાને જણાવ્યું હતું કે જો 4 દર્દીનાં મૃત્યુ થયાં છે. દર્દીના સગા આક્ષેપ કરે છે કે ઓક્સિજનને કારણે મૃત્યુ થયાં છે, એ વાત તદ્દન ખોટી છે. દર્દીની હાલત ગંભીર હોવાથી મૃત્યુ પામ્યા છે. ઓક્સિજન સપ્લાઇની વાત ખોટી છે. રિપોર્ટ જેવા આવે છે એવા દર્દીના સગાને જાણ કરવામાં આવે છે, પરંતુ રિપોર્ટ આવતાં પાંચ કલાક થાય છે ઓક્સિજનની ઘટ છે એવું નથી. હાલ 30 દર્દી દાખલ છે, તેમાંથી 6 ક્રિટિકલ છે. 12 દર્દી ઓક્સિજન પર છે.

એક દર્દી માટે લાવેલ ઑક્સિજન સિલિન્ડર હૉસ્પિટલ સંચાલકોએ મુખ્ય લાઈનમાં ચડાવી દીધાનો આક્ષેપ

મોરબીથી કોરોનાની સારવાર માટે આવેલા દર્દી રસીલાબેનના પરિવારજનો પોતાનો સેપ્રેટ ઓક્સિજન સિલિન્ડર મોરબીથી લાવ્યા હતા જે સિલિન્ડર રસીલાબેનને ચડાવવાને બદલે હોસ્પિટલ સંચાલકોએ હોસ્પિટલની મુખ્ય ઓક્સિજનની લાઈનમાં ચડાવી દીધો હતો જેથી આ ઓક્સિજન દરેક દર્દીઓ સુધી પહોંચતા થોડા સમયમાં જ ખાલી થઇ ગયું હોય જેથી રસીલાબેનનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો.

પોલીસે તાબડતોબ ઑક્સિજનની વ્યવસ્થા કરાવી

હાલની પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા દોડી ગયેલ એસીપી રાઠોડ, પીઆઇ જે ડી ઝાલા સહિતના સ્ટાફે ઓક્સિજનના વાંકે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને બચાવવા યુદ્ધના ધોરણે તાબડતોબ ઓક્સિજનની વ્યવસ્થા કરાવી હતી અને દાખલ દર્દીઓના જીવ બચાવ્યા હતા પોલીસની માનવતાવાદી નીતિને સલામ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો