હવે રજિસ્ટ્રેશન વગર લગ્ન કરશો તો કર્યા ભોગવશો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-04-2021

કોવિડ સંદર્ભે લગ્નપ્રસંગ અંગેની ગાઈડ લાઈન તથા અન્ય બાબતો અનુસંધાને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ મહત્વનો મેસેજ સોશિયલ મીડિયા દ્વારા જનતાને પાઠવ્યો છે. તેઓએ જણાવ્યું કે, લગ્ન પ્રસંગમાં માત્ર 50 લોકો જ હાજરી આપી શકશે. ઉપરાંત રાત્રી કરફ્યુ દરમ્યાન લગ્ન પ્રસંગ યોજી શકાશે નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હવે લગ્ન યોજવા માટે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. ડિજિટલ ગુજરાતના પોર્ટલમાં ફરજીયાતપણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન પર ફોર્મ ભરવું પડશે. આ સાથે જ પોલીસ વિભાગને જાણ થાય અને મોનેટરિંગ વ્યવસ્થા કરી શકાય તે માટે તેમજ કોરોના સંક્રમણને અટકાવવા લગ્નમાં 50ની વધુ લોકો ભેગા ના થાય તેવી અપીલ પણ કરી છે. પરંતુ જો આ ગાઈડલાઈનનું ભંગ થશે તો તેઓની વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ કરાશે તેવો આદેશ આપ્યો છે. આ સાથે જ તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, કોરોના કાળ વચ્ચે કોઈ પણ પ્રકારના ભયજનક કે પછી અફવા ફેલાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા નહીં. કારણ કે ગુજરાત પોલીસ વિભાગની સોશિયલ મીડિયા ઉપર ચાંપતી નજર રહેલી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો