60,600 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-04-2021

તા. 22, વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પરથી ઇગ્લીશ દારૂ ભરેલી ઇકો કારનુ પાયલોંટીંગ કરતો મોટરસાયકલચાલક તથા ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઇગ્લીશ દારૂની 156 બોટલો તથા બીયરના 48 ટીન (કી.રૂ. 60,600) મળી કુલ રૂ. 3,55,600ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

આજે તા. 22ના રોજ વાંકાનેર તાલુકા તથા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ પર ગ્રેનીટો સીરામિકના કારખાના પાસેથી ઇગ્લીશ દારૂની પાયલોટીંગ કરી ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા છે. જયારે એક આરોપી ફરાર થઇ ગયો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો