ગુજરાત માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 1.63 લાખ રેમડેસિવિર ઈન્જેક્શન આપશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-04-2021

આજે દેશભરમાં કોરોનાએ કહેર મચાવતાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને રેમડેસિવિર ઈન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતને આગામી 10 દિવસ સુધી એટલે કે 30 એપ્રિલ સુધી 1,63,500 રેમડેસિવિર ઈન્જેક્શન આપશે. અને તેમાંથી 1,20,000 ઈન્જેક્શન અમદાવાદની જ કંપની ઝાયડસના હશે. કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો થયો હોવાને કારણે રેમડેસિવિરની બૂમરાણ ઉઠી છે. લોકો ઈન્જેક્શન ખરીદવા માટે રઝળપાટ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ ઊંચી કિંમત આપીને કાળાબજારીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવામાં આવી રહ્યા છે. તેવામાં કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અનેક ગુજરાતીઓને રાહત મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો