મોરબી: કોવિડ ડેસિગ્ન્ટટેડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેમડીસીવીર ઇન્જેક્શન પહોંચાડવાની વ્યવસ્થા કરતુ તંત્ર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-04-2021

મોરબીમાં રેમડીસીવરની ભારે અછત વર્તાઈ રહી છે. રેમળેસીવીરનો કાળાબજાર અટકવવા માટે તંત્ર હવે મેદાને આવ્યું છે. જેમાં ગઈકાલે રેમડીસીવરનું હોમ આઈસોલેશનના દર્દીઓને વિતરણ બંધ કરી દેતા હોબાળો થયા બાદ આજે ફરીથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડીસીવરની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અગાઉ તંત્ર હોસ્પિટલોની ડિમાન્ડ મુજબ રેમડીસીવર ફાળવી દેતું હતું. પણ હવે કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું વેરિફિકેશન કરીને તંત્ર રેમડીસીવર પહોંચાડશે. આ માટે તંત્રના ઇમેઇલ પર દર્દીઓને જરૂર હોય તે દર્દી જે તે હોસ્પિટલના ડોક્ટરો તંત્રના અધિકૃત ઈ-મેઈલ પર દર્દીઓનું નામ સાથેનું લિસ્ટ અને જરૂરી આધાર-પુરાવા સાથેની વિગતો email: [email protected] મોકલવાની રહેશે. જેની ખરાઈ કરીને તંત્ર રેમડીસિવરનું જેતે હોસ્પિટલને જ વિતરણ કરશે. કોવીડ હેલ્થ કેર સેન્ટર સુધી રેમડેસિવિર ઇજેક્શનનો જથ્થો પહોંચાડવા માટે કૂલ અલગ અલગ ૭ ટીમોની રચના કરવામાં આવેલ છે જે પૈકી ૫ ટીમો મોરબી શહેર તથા મોરબી તાલુકા માટે, ૧ ટીમ વાંકાનેર શહેર તથા તાલુકા માટે તથા ૧ ટીમની હળવદ તાલુકા તથા શહેર માટે રચના કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યને 1.63 લાખ રેમડેસિવીર ઇન્જેક્શન આપવાની જાહેરાત કરી છે. જો પર્યાપ્ત માત્રામાં ઇન્જેક્શન ઉપલબ્ધ થશે તો મોરબીની માંગને ત્વરીત પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો