શરીરમાં પૂરતો ઓકિસજન જળવાઇ રહે તે માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું જરુરી

ઝડપી નહી ધીમે ધીમે ઉંડા શ્વાસ લેવાની આદત પાડવી જરુરી છે : બ્રિધિંગ એકસરસાઇઝ ઓકિસજન લેવલ સુધારી તણાવ દૂર કરે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-04-2021

દેશમાં હોસ્પીટલમાં અનેક લોકો ઓકિસજન સિલેન્ડરની તંગીથી દર્દીઓ મરી રહયા હોવાના બનાવો બને છે. હોસ્પીટલમાં દર્દીઓ અને તેના સગા સંબંધીઓ ઓકિસજનની તંગીને લઇને ખૂબજ પરેશાન જોવા મળી રહયા છે. આથી શરીરમાં ઓકિસજન લેવલ કેમ ઓછું થાય છે અને શરીરને ઓકિસજનની શા માટે જરુર પડે છે તે જાણવું જરુરી છે. આપણા શરીરમાં ઓકિસજનનું લેવલ જોવા મળે છે તે આપણા લોહીમાં જોવા મળતા ઓકિસજનની માત્રા છે.

નિષ્ણાતોનું માનવું છે કે ઓકિસજન લેવલ ૯૨ થી ઓછું હોવું જોઇએ નહી. તંદુરસ્ત વ્યકિતમાં ઓકિસજન લેવલ ૯૭ થી ૯૯ સુધીનું હોય છે. એક સ્વસ્થ્ય વ્યકિત પ્રતિ મિનિટ ૧૨ થી ૨૦ વાર શ્વાસ લે છે પરંતુ તેનું સાચું પ્રમાણ ૬ થી ૮ વાર હોવું જરુરી છે. ઝડપી શ્વાસ લેવાના સ્થાને ઉંડા શ્વાસ લેવા જરુરી છે. ઝડપી શ્વાસ લેવાથી ઓકિસજન લેવલ પુરતા પ્રમાણમાં મળતું નથી. જયારે આપણે શ્વાસ લઇએ છીએ ત્યારે ઓકિસજન અંદર જાય છે અને શ્વાસ છોડીએ છીએ ત્યારે કાર્બન ડાયોકસાઇડ બાહર નિકળે છે.

આ કામ આપણા ફેફસાની સૌથી નીચેના ભાગ જેવા કે વાયુ કોષ્ટિકા એટલે કે એલ્વિયોલીમાં થાય છે. ઉંડો શ્વાસ લેવાથી ઓકિસજનનો પ્રવાહ ફેફસાના છેક નીચેના ભાગ સુધી પહોંચે છે.એલ્વિયોલીમાં હવા પહોંચે ત્યારે પૂરતો ઓકિસજન મળે છે. વાતાવરણમાં રહેલી હવા દ્વારા ઓકિસજન લઇએ છીએ તે સીધો લોહીમાં ભળે છે જે રકત કોશિકાઓ દ્વારા શરીરમાં પહોંચે છે. આ કાર્ય લાલ રકત કોશિકાઓ એટલે કે (રેડ બ્લડ સેલ)માં થાય છે. રેડ બ્લડ સેલનું કામ ઓકિસજનને શરીરના વિવિધ ભાગમાં પહોંચાડવાનું છે. આથી રકત કોશિકાઓ જેટલી તંદુરસ્ત હશે તેટલું ઓકિસજન લેવલ સારુ રહેશે. શરીરમાં ઓકિસજન ઘટવાની સ્થિતિ પેદા થાય છે તેને હાઇપોસેમિયા કહેવામાં આવે છે.

પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય અને હવામાં ઓકિસજનનું પ્રમાણ ઓછું હોય ત્યારે આવો અનુભવ થાય છે. ફેફસામાં કોઇ કમજોરીના કારણે ઉંડો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે પણ પુરતો ઓકિસજન મળતો નથી. લોહીના પ્રવાહમાં એટલું જોર રહેતું નથી કે તે ફેફસામાંથી ઓકિસજન જમા કરીને શરીરના વિવિધ ભાગોમાં મોકલી શકે. હ્વદયની બીમારી, અસ્થમા, એનિમિયા અને ફેફસાને લગતું સંક્રમણ, ન્યુમોનિયા કે લોહી જામી જવાની સ્થિતિ થાય ત્યારે ઓકિસજનનું લેવલ ઘટી શકે છે. ફેફસામાં દ્વવ્યનું જરુરી માત્રામાં ન હોય કે  કે પૂરતી ઉંઘ ના લેતા હોય ત્યારે પણ આવું બની શકે છે.

શરીરમાં ઓકિસજનનું પ્રમાણ જળવાઇ રહે તે માટે તાજી હવામાં શ્વાસ લેવો જોઇએ. ઘરમાં પૂરતા પ્રમાણમાં વેન્ટીલેશન હોવું જરુરી છે. ઘરની બહાર પાર્કમાં કે ખુલ્લી જગ્યાએ પણ હવામાં ઓકિસજનનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે. પૂરતામાં પ્રમાણમાં પાણી પીવાથી પણ ફાયદો થાય છે. લોહીમાં ઓકિસજન પહોંચાડવા અને શરીરમાંથી કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢવા માટે ફેફસામાં હાઇડ્રેશનની આવશ્યકતા રહે છે.માનવ શરીર રોજનું ૪૦૦ મિલીલિટર પાણી શોષે છે.

 જેમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ હોય જેમ કે લીલા શાકભાજી, ફળ વગેરેનો ખોરાક તરીકે વધારે ઉપયોગ કરો. આપણું શરીર જેટલું ઓકિસજનનો વધારે ઉપયોગ કરે છે એટલા પ્રમાણમાં ઉર્જાવાન રહે છે. એકસરલાઇઝ ઉપરાંત શ્વાસ લેવાની સાચી ટેકનિક પણ આપણી પાસે હોવી જરુરી છે. ધીમે ધીમે ઉંડા શ્વાસ લેવાની આદત પાડવી જરુરી છે. એથલેટસને શ્વાસ લેવાની અને છોડવાની સાચી ટેકનિક શિખવીને તેનામાં ઉર્જાશકિત જગવવામાં આવે છે. બ્રિધિંગ એકસરસાઇઝ માત્ર ઓકિસજન લેવલમાં જ વધારો કરે છે એટલું જ નહી તેનાથી તણાવમાંથી પણ મુકિત મળે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો