વાંકાનેર: કોરોનાની સંકટની ઘડીમાં “લાડલા” ટ્રાવેલ્સ દ્વારા વિનામૂલ્યે સેવા આપવાની જાહેરાત કરી માનવતા મહેકાવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

(અજય કાંજીયા દ્વારા), કોરોનાની સંકટની ઘડીમાં વાંકાનેરમાં દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડવા તેમજ મૃતદેહોને અંતિમવિધિ માટે લઈ જવા માટે લાડલા ટ્રાવેલ્સે ફ્રી સેવા આપવાનું જાહેર કર્યું છે. જેમાં સાહીલભાઈ ઠાશરીયા કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે નાત-જાતના બંધન ઉપર ઉઠીને સમગ્ર માનવજાત માટે પોતાની ટ્રાવેલ્સમાં સેવા આપશે અને તેઓ વિનામૂલ્યે જરૂરિયાતવાળા દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડશે. તેમજ મૃતદેહોને અંતિમવિધિ માટે કબ્રસ્તાન કે સ્મશાને લઈ જવા માટે સેવા આપશે. આ સેવા માટે વાંકાનેર નગરપાલિકાએ તેઓને મંજૂરી પત્ર આપ્યો છે. આથી, આ સેવાનો લાભ લેવા ઈચ્છતા લોકો સાહીલભાઈ ઠાશરીયાનો Mo 99983 63114, 90339 63114 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો