બીજી લહેરમાં કોરોનાથી બચવા ફોર્ટિસના ચેરમેન ડૉ.અશોક શેઠની આપે છે સલાહ…

ehealth.eletsonline.com

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-04-2021

કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન સામે રક્ષણ આપવા માટે માસ્ક પહેરવું ફરજીયાત છે પરંતુ જો સર્જીકલ માસ્ક અને તેની ઉપર કપડાંનું માસ્ક પહેરવામાં આવે તો તેનાથી કોરોના સંક્રમણ સામે 95 ટકા રક્ષણ મળે છે. અત્યારે કેસો વધવાનું કારણ માસ્ક નહીં પહેરવાનું વલણ અને સસ્તા કોટનના માસ્ક છે. આ માસ્કથી માત્ર 40 ટકા રક્ષણ મળે છે તેવું એક સર્વેના તારણમાં જણાયું છે.

સર્જીકલની ઉપર કોટન માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે તેવું ફોર્ટિસ હોસ્પિટલના ચેરમેન ડો. અશોક શેઠનું પણ કહેવું છે. અત્યારની આરોગ્યની સિસ્ટમ પડી ભાંગી હોવાથી એકમાત્ર વેક્સિનેશન અને તેની સાથે માસ્ક પહેરવાથી રક્ષણ મળી શકે છે. આ ડોક્ટર એવું પણ કહે છે કે એકલું સર્જીકલ માસ્ક પહેરવાથી પણ રક્ષણ મળતું નથી. તેની ઉપર સારી ક્વોલિટીવાળું કપડાનું માસ્ક પણ પહેરવું જોઇએ.

કોરોનાના નવા સ્ટ્રેઇનમાં એવો દાવો કરવામાં આવે છે કે કોરોના એરબોર્નથી ફેલાય છે, જો કે તેની સત્યતા હજી ચકાસવામાં આવી રહી છે. જો એમ હોય તો જેટલા લોકો બહાર ફરે છે અને જેટલા લોકો ઘરમાં તેમને પણ સંક્રમણ થઇ શકે છે. ડબલ માસ્કના સર્વેમાં એવું જણાયું છે કે કોરોના ટીંપાથી નહીં પણ હવાથી પણ ફેલાય છે.

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ચીફ ડો. ફહીમ યુનુસે પણ જણાવ્યું હતું કે ડબલ માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણથી રક્ષણ મળે છે. સેન્ટ્રલ ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સિંગ કરતાં તો સારી રીતે માસ્ક પહેરવામાં આવે અને વેન્ટિલેશન વ્યવસ્થા જળવાઇ રહે તો કોરોનો ઝડપથી કાબૂમાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો