રેમડેસિવિર ઇન્જેકશન સસ્તા થશે: કસ્ટમ ડયુટી માફ કરતી સરકાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-04-2021

દેશમાં કોરોના મહામારીને લઈને રેમડેસીવીર ઈન્જેકશનની ભારે માંગ અને તેની અછતનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે ગઈકાલે મંગળવારે આ ઈન્જેકશન અને તેના કાચા માલની આયાત પર ડયુટી સમાપ્ત કરી દીધી છે. જેથી તે સસ્તા ભાવે મળી શકે છે.

દેશમાં કોવીડ-19 ના વધેલા કેસો દરમ્યાન રેમડીસીવર અને તેના કાચા માલની આયાતમાં કસ્ટમ ડયુટી ખતમ કરવાની જાહેરાત કરી છે. જેનાથી રેમડેસીવીર સસ્તી થઈ શકે છે. સરકારના આ નિર્ણયથી રેમડેસીવીર ઈન્જેકશનનો ઘરેલુ પુરવઠો વધારવા અને ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.

આયાત શુલ્કની આ છૂટ 31 મી ઓકટોબર સુધી લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 11 એપ્રિલે રેમડેસીવીરની વધતી માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રેમડેસીવીર ઈન્જેકશન અને એપીઆઈ નિકાસને સ્થિતિને સુધારો ન થાય ત્યાં સુધી પ્રતિબંધીત કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો