રાજયમાં ઓકસીજન સપ્લાય પર સરકારનો અંકુશ: ટેન્કરને એમ્બ્યુલન્સનો સિમ્બોલ : જીપીએસ પણ લગાવાશે

Uttar Pradesh, April 21 (ANI): Industrial oxygen divert for medical facilities, in Moradabad on Wednesday. (ANI Photo)

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

રાજયમાં હાલમાં કોવિડ 19ના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં લઇને રાજય સરકારે ઓક્સિજનના જથ્થાંના વિતરણ અને વપરાશમાં દરેક જિલ્લાઓને તેની જરૂયિાત અનુસાર ઓકસીજન નો જથ્થો મળતો રહે તે સંબંધે કેટલીક સૂચનાઓ જારી કરી છે.

દરેક જિલ્લાને તેઓની જરૂરિયાત પ્રમાણે પ્રો રેટા અનુસાર જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુસર રાજયમાં આવેલ લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદકો તરફથી ફાળવવામાં આવતાં ગેસના એલોકેશન, ટેન્કરની અગ્રીમતા અને ફાળવણીનું સ્થળ વગેરે જિલ્લાની જરૂરિયાતો અનુસાર રાજ્ય સરકારના પરામર્શમાં ફાળવણી કરવાની રહેશે.

રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ પરિપત્ર અનુસાર લિક્વિડ ઓક્સિજનના મોટા ઉત્પાદકોને ત્યાં એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઇ.ની નિમણૂંક કરવાની રહેશે. જેથી કરીને ઓક્સિજનની ટેન્કર સપ્લાયરના સ્થળેથી નીકળીને પુરતા જથ્થાં સાથે ડેસ્ટીનેશન (નિયત સ્થળ) પર પહોંચે, ટેન્કરમાંથી રસ્તામાં કોઇ જથ્થો ડાયવર્ટ થવાનો પ્રશ્ન ઉદ્દભવે નહીં. આ બાબતે મહેસુલ વિભાગ, ગૃહ વિભાગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

હોસ્પિટલો ખાતે આવતાં ઓક્સિજનના જથ્થાં ખાલી કરતી વખતે તે કંટ્રોલ કરવા જે હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સીજનની ટેન્ક છે ત્યાં તોલમાપ વિભાગના ઇન્સ્પેકટર / અધિકારી અને પોલીસની કાયમી વ્યવસ્થા ઊભી કરવાની રહેશે. આ ઉપરાંત ઓક્સિજન ટેન્કરનું લોકેશન જાણવા અને ફાળવણીના સ્થળે પહોંચવાનો રૂટ બરોબર ફોલોઅપ થાય છે કે કેમ તે ચકાસણી માટે જીપીએસ સિસ્ટમ લગાવવાની જરૂરિયાત છે. જેથી 50 ટેન્કરોમાં જીપીએસ અને મોનીટરીંગ સિસ્ટમ ભાડેથી મેળવી લગાવવાની રહેશે.

ઉપરાંત હોસ્પિટલોમાં દર્દી માટે થતા ઓક્સિજનના વપરાશમાં પણ નર્સીંગ સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપી જરૂર પુરતો ન્યાયિક/યોગ્ય વપરાશ થાય તથા વ્યય અટકે તે માટે નર્સિંગ સ્ટાફ તથા પેરા મેડિકલ સ્ટાફે જરૂરી મોનીટરીંગ કરવાનું રહેશે. તેમ જ ઓક્સિજનું વહન કરતા વાહનને એમ્બ્યુલન્સ સ્ટેટસ હોવાથી ટેન્કર/વાહનને ટોલટેક્ષ તથા ટ્રાફિકમાંથી ઝડપથી રસ્તો કલીયર થાય તે માટે ટ્રાફિક પોલીસે સ્ટેન્ડ ટુ રહીને યોગ્ય વ્યવસ્થા માટે કાર્યવાહી કરવાની રહેશે.

આ ઉપરાંત ઓક્સીજન કંટ્રોલ રૂમનું સંચાલન મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. એ.બી. પંચાલ, તથા ખોરાક અને આષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી. કોશિયાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ કરવાનું રહેશે. ઉપરોક્ત તમામ કામગીરી પણ તેમના માર્ગદર્શન હેઠળ કરવાની રહેશે.ઉત્પાદકોને હવે ઓક્સિજનની ફાળવણી જિલ્લાની જરૂરિયાત અનુસાર સરકારના પરામર્શમાં રહીને કરવાની રહેશે, ટેન્કરને એમ્બ્યુલન્સનું સ્ટેટસ અપાયું.

રસ્તામાં ટેન્કરોમાંથી કોઈ જથ્થો ડાયવર્ટ ન થાય અને ડેસ્ટીનેશન પર પહોંચે તેથી લિકવિડ ઓકસીજન ઉત્પાદકોને ત્યાં નાયબ મામલતદાર અને પીએસઆઇ રહેશે. ઓક્સિજન ટેન્કરનું લોકેશન જાણવા, રૂટ બરાબર ફોલો કરે છે કે નહિ, તે માટે ટેન્કર પર જીપીએસ મોનીટરીંગ સિસ્ટમ ફીટ કરવાની રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો