મોરબી જિલ્લામાં સુપર સ્પ્રેડર્સે RTPCRનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવા કલેકટરનો આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-04-2021

મોરબી જિલ્લામાં સુપર સ્પ્રેડર્સ થકી કોરોનાસંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુપર સ્પ્રેડર્સે આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ મકરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા નગરપાલિકા વિસ્તારમાં તેમજ રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, અમરેલી, શક્ત શનાળા, જબલપુર ગામોના મહેસુલી વિસ્તારમાં સુપર સ્પ્રેડર્સે કોવિડ રિપોર્ટ નેગેટિવ હોવા બાબતનો આરટીપીસીઆર રિપોર્ટ 10 દિવસથી વધુ સમયનો ન હોય તેવો ધંધા સ્થળે ફરજીયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે. જે વ્યક્તિએ વેકસીનનો ડોઝ લીધો હશે તેને રિપોર્ટ રાખવાની જરૂર નથી. તે વ્યક્તિએ ડોઝ લીધાનું પ્રમાણપત્ર જરુર પડ્યે બતાવવાનું રહેશે. આ જાહેરનામું 10મે સુધી અમલમાં રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો