કોરોના સમયે ઠંડુ પાણી કે ઠંડો ખોરાક ટાળવા ડૉક્ટરોની સલાહ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-04-2021

આર્યુવેદ ઍક્સ્પર્ટ ડૉ. ભવદીપ ગણાત્રાએ આ જ બાબતે કેટલીક સલાહ આપી હતી. તેમણે ખાસ કરીને શરીર રચના કેવી છે અને તેને આધારે દરેક વ્યક્તિએ નુસ્ખાઓ અપનાવવા જોઈએ.

ઠંડા પીણા અને ઠંડા ખોરાક ન ખાવા: તેમણે આ દરમ્યાન સૌથી વધારે ભાર ઠંડા પીણા અને ઠંડા ખોરાક ન ખાવા પર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે કોરોનાકાળમાં લોકોએ ખાટા ફ્રૂટ્સ ખાવાનું વધારી દીધું છે. જો કે ફ્રૂટ્સ ખાવા સારી બાબત છે પરંતુ લોકો ઉનાળાની ગરમીમાં તેને ઠંડા કરીને ખાય છે તે નુકસાનકારક છે.

ઠંડા પદાર્થોને કારણે કફ જામી જાય અને પરિણામે વધી શકે છે મુશ્કેલી: તેમણે કહ્યું હતું કે હાલનાં સમયમાં ઠંડા પીણા, પાણી, આઈસ્ક્રીમ, ઠંડી છાસ અને દહીં જેવી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. કારણકે આ ઠંડા ખાટા ફ્રૂટ્સ અને ઠંડી વસ્તુઓ ખાવાથી શરીરમાં જે કફ રહેલો છે તે સરળતાથી નીકળવાનો હોય તે ઠંડાને કારણે જામી જાય છે અને નીકળતો નથી. પરિણામે તકલીફ વધી જાય છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો