કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં જોવા મળી રહ્યાં છે કંઈક આવા લક્ષણો, થઈ જજો સાવધાન

હવે કોરોના તે યુવાનો અને બાળકોને પણ પોતાની ઝપેટમાં લઇ રહયો છે. જેને કારણે દરેક માતા-પિતાની ચિંતા વધી ગઈ છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-04-2021

કોરોના વાયરસ હવે પહેલાં કરતા વધારે ઘાતક બનીને હુમલો કરી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ હવે પહેલાં કરતા વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોના વાયરસની બીજી લહેર પહેલા કરતાં વધારે ખતરનાક છે. હવે નિધનનાં આંકડા પણ પહેલાની તુલનામાં વધારે આવી રહ્યા છે. પહેલા આ વાયરસ મોટી ઉંમરના અને કોઈ વિશેષ બીમારીથી પીડિત લોકો પર વધારે અસર બતાવી રહ્યો હતો, પરંતુ હવે કોરોના તે યુવાનો અને બાળકોને પણ પોતાની ઝપેટમાં લઇ રહયો છે. જેને કારણે દરેક માતા-પિતાની ચિંતા વધી ગઈ છે.

બાળકોને કોરોનાથી બચવા માટે તેમને ઘરેથી બહાર રમવા માટે જવા દેવા નહીં. પોતાની સાથે માર્કેટમાં પણ લઈ જવા નહીં. તેમના હાથ વારંવાર સાફ કરતા રહેવા. તમારે પોતે પણ ખ્યાલ રાખવો, જેથી બાળકો તમારાથી સંક્રમિત ન થઈ શકે. અને કોરોનાગ્રસ્ત બાળકોનો ઈલાજ તબીબો માટે પણ મોટો પડકાર છે.

તાવ બાદ આવી રહ્યાં છે ન્યુમોનિયા જેવા લક્ષણોઃ બાળકોમાં કોરોના થયા બાદ તાવ અને ન્યુમોનિયા જેવા લક્ષણો સામે આવી રહ્યા છે. કોરોનાની પહેલી લહેર દરમિયાન બાળકોને આ વાયરસથી કોઈ ગંભીર ખતરો હતો નહીં, પરંતુ બીજી લહેર માં વાયરસનું મ્યુટએશન થઈ ચુક્યું છે, જેના કારણે તે બાળકોને પણ ગંભીર રૂપથી બીમાર કરી રહ્યા છે. અમુક મામલામાં બાળકોના જીવ ગુમાવ્યાનાં કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

બાળકોમાં ડિહાઈડ્રેશનનું પ્રમાણ વધ્યું: શરીરમાં પાણીની કમીના કારણે ડિહાઈડ્રેશન થતું હોય છે, જે ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે. અત્યાર સુધી મોટી ઉંમરના લોકોમાં જ આ લક્ષણો જણાતા હતા. હવે બાળકોમાં પણ બાળકોમાં ડિહાઇડ્રેશન, તાવ, ન્યુમોનિયા અને સ્વાદમાં કમી જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે.

બાળકોમાં દેખાઈ રહ્યાં છે નવા લક્ષણોઃ નવા વાયરસનાં આવવાથી કોરોના નવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. તેમાં શરદી, માથાનો દુખાવો, કફ અને તાવ સિવાય સ્કીન રૈશેઝ, કોવિડ ટોઝ, ઘુંટણમાં દુખાવો, લાલ આંખો અને ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ સંબંધી પરેશાનીઓ, પેટમાં વીંટ, થાક અને સુસ્તી જેવા લક્ષણ સામેલ છે. જો તમને અથવા બાળકોને આમાંથી કોઇ પણ લક્ષણ જોવા મળે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.

બાળકોનો ઈલાજ તબીબો માટે પણ પડકારજનકઃ: ડોક્ટર બાળકોનો ઈલાજ કફ અને તાવની દવા આપીને કરી રહ્યા છે. હકીકતમાં તેમને રેમડેસીવિર જેવી એન્ટિવાયરલ દવાઓ અથવા સ્ટીરોઈડ આપી શકાય નહીં. બાળકોમાં કોવિડ-19 સિરિયસ હોવા પર મલ્ટી ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ જોવા મળે છે, તે બાળકોનાં નિધનનું કારણ બને છે. આ સિન્ડ્રોમને કારણે ફેફસાં, હૃદય અને દિમાગમાં ગંભીર સોજો આવી જાય છે. તાવની સાથે સાથે બાળકોને આંચકી પણ આવે છે. વિવિધ હોસ્પિટલોની સ્થિતિનું અવલોકન કરીએ તો એવું પણ તારણ સામે આવ્યું છેકે, હોસ્પિટલમાં વયસ્કો માટે તો વોર્ડ બનેલા છે, પરંતુ બાળકો માટે કોઈ સ્પેશ્યલ વોર્ડ નથી. તેના કારણે બાળકોનો ઈલાજ કરવામાં ખૂબ જ પરેશાની ઉભી થઇ રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો