જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં પાંચ રામ ભક્તો દ્વારા રામધૂન ચાલુ રખાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-04-2021

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં પ્રતિવર્ષ રામ નવમીના પાવન પર્વ પ્રસંગે રામધૂન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બાલા હનુમાનજીનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રખાયું છે, ત્યારે આજે માત્ર પાંચ રામભક્તોની હાજરીમાં અખંડ રામધૂનના જાપ અવિરત ચાલુ રાખવામાં આવ્યાં છે, અને પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે. બાલા હનુમાનજી મંદિરમાં દર્શનાર્થીઓને પ્રવેશ બંધ રખાયો છે, અને મંદિરના ટ્રસ્ટી ગણ દ્વારા રામ જન્મોત્સવ તેમજ હનુમાન જ્યંતિ ઉત્સવ લોકોએ પોતાના ઘરમાં રહીને ઉજવવા માટેની વિનંતી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન બાલા હનુમાનજી મંદિરમાં અખંડ રામધૂનના જાપ અવિરત ચાલુ રાખવામાં આવ્યાં છે. તેમજ મંદિરના પૂજારી દ્વારા ભગવાનની આરતી સહિતના અન્ય ધાર્મિક કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો