મુસીબત પે મુસીબત : કોરોના સામે જંગ લડી રહેલા ભારત સામે નવી મુશ્કેલી, સામે આવ્યો ટ્રિપલ મ્યુટેશન વેરિયન્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-04-2021

ભારતમાં હાલમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં દૈનિક 2.50 લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે તેવામાં એક એવી વાત સામે આવી છે જેનાથી દેશની ચિંતા વધી ગઈ છે. દેશમાં હવે કોરોનાનો નવો મ્યુટન્ટ સામે આવ્યો છે જે ચિંતાજનક છે.

ડબલ મ્યુટેશન બાદ હવે ટ્રિપલ મ્યુટેશન એટલે કે કોવિડના ત્રણ અલગ-અલગ સ્ટ્રેઈનથી મેળીને બનેલો નવો વેરિયન્ટ છે જે દેશના કેટલાક ભાગોમાં નોંધાયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ટ્રિપલ મ્યુટન્ટના કેટલાક કેસ સામે આવ્યા હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે નવા વેરિયન્ટ્સના કારણે જ સમગ્ર વિશ્વમાં કેસ વધી રહ્યા છે.

મેકગિલ યુનિવર્સિટના એપિડેમિઓલોજીના પ્રોફેસર ડોક્ટર મધુકર પાઈએ જણાવ્યું હતું કે, આ વધારે ચેપી વેરિયન્ટ છે. તેનાથી લોકો વધારે ઝડપી બીમાર થઈ રહ્યા છે. આપણે વેક્સીનમાં સતત સુધારા કરવા પડશે. તેના માટે આપણે રોગને સમજવો પડશે. તેમણે ઉમેર્યું હતું કે, ડબલ મ્યુટેશનને ડિટેક્સ કરવામાં થયેલા વિલંબના કારણે દેશમાં કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે.

ટ્રિપલ મ્યુટેશન શું છે? ભારતમાં ડબલ મ્યુટેશન જોવા મળ્યો છે. ડબલ મ્યુટેશન બે સ્ટ્રેઈનથી બનેલો છે. હવે કોરોનાના ત્રણ વેરિયન્ટ્સ એક સાથે મળીને નવું વેરિયન્ટ બનાવ્યું છે જે ટ્રિપલ મ્યુટેશન છે. હાલમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં ટ્રિપલ મ્યુટેશનના કેસ જોવા મળ્યા છે.

મ્યુટેશનના કારણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કેસની સંખ્યા વધી છે. આ ટ્રિપલ મ્યુટેશન કેટલો ચેપી છે અથવા તો કેટલો ઘાતક છે તે તો તેનો વધારે અભ્યાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. હાલમાં ભારતમાં ફક્ત 10 લેબ જ છે જ્યાં વાયરસ જીનોમનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ડબલ મ્યુટેશનના કારણે સંક્રમણનો દર વધી ગયો છે અને બાળકોને પણ તેનો ચેપ લાગી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો