તમારી હિંમત સામે કોરોના કંઈ નથી એટલુ સમજી લેજો : અસંખ્ય લોકો કોરોનામાંથી સાજા થઇ ઘરે આવી ગયા છે

20 વર્ષની કૃપાએ માત્ર 6 દિવસમાં કોરોનાને હંફાવ્યો , બીજા કિસ્સામાં એક બાજુ ફેફસામાં હતું 60 ટકાથી વધારેનું ઇન્ફેક્શન, ડાયાબિટીસની સમસ્યા, 60 વર્ષની ઉંમર તેમ છતા કોરોનાને હરાવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં માત્ર ૬ દિવસની સારવાર બાદ મને રજા મળી ગઇ અને આજે હું એકદમ સ્વસ્થ છું.’ આ શબ્દો છે અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય તારાબહેન પટેલના જે મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાંથી ઝડપથી સાજા થઇને ઘરે પાછા ફર્યા છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે,વાયરસનું નવુ સ્વરૂપ ફેફસામાં ખૂબ જ ઝડપથી પહોંચીને નુકસાન પહોંચાડી રહ્યું છે  ત્યારે મંજુશ્રી કોવિડ સરકારી હોસ્પિટલના તબીબોની અથાગ મહેનતના કારણે વયસ્ક દર્દીઓને સ્વસ્થ કરવામાં સફળતા મળી રહી છે.

મંજુશ્રી હોસ્પિટલના ઇન્ચાર્જ એડીશનલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, તારાબહેન પટેલને જ્યારે મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું ૮૦ થી ૮૫ સુધી રહેતુ હતું, તાત્કાલિક ઓક્સિજનનું સ્તર નિયંત્રણમાં લાવવા માટે બહારથી ઓક્સિજન આપવાનો શરૂ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં તાત્કાલિક આઇ.સી.યુ. માં દાખલ કરીને તમામ પ્રકારની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, જેનાથી ધીમે-ધીમે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. તેઓને ડાયાબિટીસ અને ફેફસામાં ૬૦ ટકા જેટલું ઇન્ફેક્શન હોવા છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં સ્વસ્થ્ય થઇ ગયા હતા.

જયારે અન્ય કિસ્સામાં અડાજણમાં રહેતા બી.બી.એ.ની ૨૦ વર્ષીય વિદ્યાર્થિની કૃપા અલ્પેશભાઈ ગજ્જર નવી સિવિલમાં ૬ દિવસની સઘન સારવાર બાદ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા છે. તેઓને પ્લાઝમા સારવાર પણ આપવામાં આવી હતી.

જો તમારામાં દૃઢ મનોબળ હશે તો તમે કોરોના પર વિજય મેળવી જ લેશો, અસંખ્ય લોકોએ કોરોના પર વિજય મેળવી સાજા થી રહ્યા છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો