વાંકાનેર : હેર સલૂનના એસો. દ્વારા બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

વેપારી સંગઠનોએ જાહેર કરેલા અડધા દિવસના લોકડાઉનને ક્ષૌરકર્મ ધંધાદારી એસોસિએશનને ટેકો આપ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર : સમગ્ર રાજ્યમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ છે ત્યારે વાંકાનેરમાં વધુ કોરોનાનું સંક્રમણ ટાળવા માટે વાંકાનેરના મોટાભાગના વેપારી એસોસિએશન દ્વારા 30 એપ્રિલ સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને હેર સલૂનના ધંધાર્થીઓના એસો. દ્વારા વેપારી એસો. ને ટેકો જાહેર કરી અડધો દિવસ દુકાનો બંધ રાખશે તેવું જાહેર કર્યું છે.

દુકાનો માત્ર બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણયનો અમલ પણ કરવામાં આવ્યો છે. ત્યારે કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા સ્વૈચ્છિક લોકડાઉન કરવું ખુબ જરૂરી છે ત્યારે આવી જ રીતે રાજ્યના તમામ વેપારી એસો. દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવે તો કોરોના સંક્રમણની સાંકળ તોડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો