બેડ વધારવા રૂપાણી સરકારનો નિર્ણય : કોઈપણ હોસ્પિટલ કોરોનાની સારવાર કરી શકશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વચ્ચે આજે કોર કમિટીની બેઠક મળી હતી. જે બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને નિર્ણય અંગે જાહેરાત કરી હતી. હવે રાજ્યમાં તમામ પ્રાઈવેટ હોસ્પિટલ કે નર્સિંગ હોમ કે દવાખાના કોવિડ હોસ્પિટલ તરીકે સારવાર આપી શકશે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ માટેના પે સ્કેલની પણ જાહેરાત કરી હતી.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓ વધતાં જાય છે ત્યારે ગુજરાતની તમામ ટ્રસ્ટ કે પ્રાઈવેટ કે કોઈપણ હોસ્પિટલ હોય, જ્યાં કોવિડ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓની ઝડપથી પથારીઓ ભરાઈ જાય છે. જેને ધ્યાનમાં રાખી કોર ગ્રૃપની બેઠકમાં નિર્ણય કર્યો છે કે હવે ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક, દવાખાના, નર્સિંગ હોમના ડોક્ટરો કે સંચાલકો પોતાની હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપી શકશે. 15 જુન સુધી સારવાર કરવા માટે મંજૂરી આપે છે. અને આ માટે કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં. ફક્ત કલેક્ટર કે અધિકારીને જાણ કરવાની રહેશે.

આજની બેઠકમાં છેલ્લા એક વર્ષથી તમામ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ ખુબ કામ કરી રહ્યા છે. ત્યારે તેમને પ્રોત્સાહન આપવા અને પે અંગે નિર્ણય કર્યો છે. તજજ્ઞ ડોક્ટરોને 2.5 લાખ, મેડિકલ ઓફિસરોને માસિક 1.15 લાખ, ડેન્ટલ 40 હજાર, હોમિયોપેથિક-આયુષ 35 હજાર રૂપિયા, જૂનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ રે ટેકનિશિયન, ECG ટેકનિશિયનને માસિક રૂ.18 હજાર અને વર્ગ 4ના કર્મચારીઓને 15 હજાર રૂપિયા આપીશું. અને જે બહેનો આઉટસોર્સિંગ નર્સમાં કામ કરે છે તેઓને 13 હજારને બદલે આગામી 3 મહિના માટે 20 હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત નવી બહેનો અને ભાઈઓને પણ 20 હજાર રૂપિયા આપવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો