જામનગરમાં ઓક્સિજનની બદહાલ સ્થિતિ, લોકોને દિવસો સુધી જોવી પડે છે રાહ

Close-up of medical oxygen flow meter shows low oxygen or an nearly empty tank

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

શહેર અને જિલ્લામાં પણ કોરોનાની મહામારી એ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હાલ દરરોજ 300 થી 400 જેટલા કોરોના પોઝિટિવ કેસ જામનગરમાં નોંધાઈ રહ્યા છે. સંખ્યાબંધ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. જેના પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ચૂકી છે. એક પણ બેડ ખાલી નથી અને મોટાભાગના દર્દીઓને ઓક્સીજનની જરૂરિયાત રહેતી હોય ત્યારે હાલ હવે હોસ્પિટલ હાઉસફુલ થતા લોકો હોમ આઈસોલેટેડ થઈ ઓક્સિજન સહિતની સારવાર લઇ રહ્યા છે. એવા સમયે જામનગર શહેરમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે.

જામનગર શહેરના ત્રણ દરવાજા પાસે આવેલ ઇન્ડિયન ગેસ એજન્સીમાંથી આખા જામનગરમાં હોમ આઇસોલેટેડ થતા તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન પૂરું પાડવા આવે છે. ત્યારે હાલ ઓક્સિજન બાબતે લોકોને વેઇટિંગમાં રહેવું પડે છે. બે થી ત્રણ દિવસે ઓક્સિજનનો બાટલો મળે તો મળે બાકી ઓક્સિજન પણ મળતું નથી. આ ઉપરાંત જરૂરિયાત કરતાં વધારે માંગ હોવાના કારણે ઓક્સિજન સંચાલકો પણ દુવીધામાં મુકાયા છે. ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે. જેના કારણે કોરોના દર્દીઓ ભારે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો