કોરોના યુદ્ધમાં હવે ભારતીય સેનાએ મેદાને.. અમદાવાદમાં બનશે હોસ્પિટલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. દેશભરમાં મોટાપાયે વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમ છતાંયે કેમેય કરીને કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી રહ્યું નથી. હવે કોરોના પર કાબુ મેળવવ ભારતીય સેનાની મદદ લેવામાં આવશે. ગુજરાતમાં પણ સૈન્ય મોકલવામાં આવશે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાને સામાન્ય લોકો માટે મેડિકલ સુવિધા ઉભી કરવા કહ્યું છે. સાથે જ રાજનાથ સિંહ રાજ્યોમાં રહેલા સેનાના ટોપ કમાંડરને પોત-પોતાના રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે સંપર્ક કરી જરૂરી મદદ પુરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, રક્ષામંત્રીએ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે સાથે વાત કરી હતી અને તેમને રાજ્યની રાજધાનીઓમાં રહેલા ટોચના કમાંડરોને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરવા અને શક્ય તેટલી મદદ કરવાના નિર્દેશ આપ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, રક્ષા ગૃહ સચિવ અજય કુમાર પણ રક્ષામંત્રી અને સૈન્ય પ્રમુખ સાથે વાતચીત દરમિયાન હાજર રહ્યાં હતાં.

દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે સૈન્ય સંસ્થાઓ પણ કમર કસવા લાગી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સેનાને તૈયાર રહેવા આદેશ આપ્યા છે. ત્રણેય સેના ભારતીય સેના, નૌસેના અને વાયુ સેનાએ હોસ્પિટલની હોસ્પિટલોને તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. સેના પ્રમુખ જનરલ નરવણે અને રક્ષા સચિવ અજય કુમારે એક સાથે બેઠકમાં રાજનાથ સિંહે અલગ અલગ રાજ્યોમાં સ્થાનિક કમાંડરે પોતાના સંબધિત મુખ્યમંત્રીઓ મળવા અને આ સંકટના સમયમાં જરૂરિયાત પ્રમાણે મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે. રક્ષા મંત્રાલય દ્વારા લેવાયેલો આ નિર્ણય રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલી આજીજી બાદ લેવાયો છે.

મંત્રાલયે તમામ 63 છાવણી બોર્ડોને પણ કહ્યુ છે કે, તે છાવણી પરિસરની બહાર રહેતા લોકો માટે પોતાનું દરવાજા ખોલે. DRDO દિલ્હી, લખનઉ, અમદાવાદ, પટના અને નાસિક સહિત પાંચ શહેરોમાં કોવિડ હોસ્પિટલોને ચાલુ કરીને ફરી વાર તેનું સંચાલન શરૂ કરે.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે દિલ્હી એરપોર્ટ નજીક સ્થિત એક હોસ્પિટલ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. તેમણે માહિતી આપી હતી કે, સોમવારે આ મેડિકલ સેન્ટર 250 બેડથી શરૂ થયું છે અને તેની ક્ષમતા થોડા દિવસોમાં વધારીને 500 પથારી કરી દેવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ બેડ ઓક્સિજન સિલિન્ડરોથી સજ્જ હશે અને યોગ્ય સંખ્યામાં વેન્ટિલેટર અને અન્ય પાયાની તબીબી સુવિધા હશે.

આ અગાઉ સંરક્ષણ પ્રધાને ડીઆરડીઓને નિર્દેશ આપ્યો હતો કે, લખનૌમાં કોવિડ -19 ના દર્દીઓ માટે 250 થી 300 પથારીવાળી બે હોસ્પિટલો બનાવવી. શુક્રવારે સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ દરેક હોસ્પિટલમાં 250 થી 300 પથારી હશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો