ગુજરાત હાઇકોર્ટ સુઓ મોટો : કર્મચારીની અછત હોવાનુ સ્વિકારતી સરકાર, કેટલાક જિલ્લામાં બેડ પૂરેપૂરા ભરાઈ ગયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

Gujarat High Court Suomoto Writ ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાની કપરી સ્થિતિ અંગે હાઈકોર્ટે ( High Court ) કરેલ સુઓમોટો ( Suomoto ) રીટ અંગે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી.

Gujarat High Court Suomoto Writ: ગુજરાત હાઈકોર્ટમાં ( Gujarat High Court ) ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે, કોરોનાની ( corona ) ગંભીર સ્થિતિ અંગેની સુઓમોટો રીટની ( Suomoto writ ) સુનાવણી હાથ ધરી હતી.  ગુજરાતમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટે પોતે સુઓમોટો રીટ કરી છે. આ રીટની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે કબુલાત કરી કે, હાલ મેનપાવર (કર્મચારીઓની) ભારે અછત છે. રાજ્યના કેટલાક જિલ્લામાં કોરોનાના દર્દીઓથી બેડ પૂરેપૂરા ભરાઈ ગયા છે. ખાસ કરીને અમદાવાદ સુરત જેવા શહેરોમાં તેની ક્ષમતાના 86 ટકા સુધીના બેડ ભરાઈ ગયા છે.

મહાનગરપાલિકાના પોર્ટલને ગુજરાત રાજ્યના પોર્ટલ સાથે જોડી દેવાની પણ વાત સરકારે કરી છે. જેથી કોરોનાની સ્થિતિમાં ખાલી બેડવની તાજી સ્થિતિ જાણી શકાય. આગામી સપ્તાહમાં પાંચ મોટી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ થઈ જશે તેવી ખાતરી સરકારે હાઈકોર્ટમાં આપી છે. તો આગામી સપ્તાહથી રોજ 1.65 લાખ RTPCR ટેસ્ટ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેમ સરકારે જણાવ્યુ હતું.

ગુજરાતમાં 108ની સેન્ટ્રલાઈઝેશન પધ્ધિતિને કારણે કોરોનાના દર્દીને હાલાકી પડતી હોવાનુ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટી રીટની સુનાવણી દરમિયાન જણાવ્યુ. હોસ્પિટલોમાં પોતાના વાહનમાં આવનારાને કેમ દાખલ નથી કરાતા તેવો પણ સવાલ કર્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો