ત્રીજી લહેર વિશે ડૉક્ટર શું માને છે? ઓક્ટોબર-નવેમ્બરમાં કેવી હશે સ્થિતિ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

રિપોર્ટ્સ મુજબ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ગાંધીનગરના પ્રમુખ ડૉ. અનિલ ચૌહાણે જણાવ્યું છે કે, નવો સ્ટ્રેન મે મહિનાના અંત સુધીમાં નબળો પડી શકે છે, પરંતુ તે ફરી 3 મહિના પછી એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં ફરી ઉથલો મારી શકે છે. આ સાથે તેમણે એવી પણ સંભાવના વ્યક્ત કરી છે કે, આ દરમિયાન વધુ સ્ટાફ અને સાધનોની જરુર પડી શકે છે. તેમણે કહ્યું કે ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં વિશ્વના કોરોનાની બે જાત યુકે લાઈનેઝ અને બ્રાઝિલિયન લાઈનેઝ જોવા મળી રહ્યા છે.

હવે આ બીજી લહેર સ્ટ્રેનના કારણે જે કેસમાં ઉછાળો આવી રહ્યો છે તે સ્ટ્રેન મેના અંતમાં નબળો પડશે તેમ માનવાની સાથે ત્રીજી લહેર અંગે જે આગાહી વ્યક્ત કરાઈ રહી છે. ત્રીજી લહેર વધારે ગંભીર સાબિત થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ડૉક્ટર તથા મેડિકલ સ્ટાફની જરુર પડી શકે છે. સાથે-સાથે વાયરસ વધારે ખતરનાક બની શકે છે તેવું પ્રાથમિક રીતે મનાઈ રહ્યું છે.

જોકે, કોરોના વાયરસ એક નવી બીમારી છે જેના કારણે આગળ શું થશે અને શું નહીં તે અંગે માત્ર કલ્પનાઓ જ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે પાછલા વર્ષે કોરોનાના કારણે બાળકોને ગંભીર તકલીફો થવાનું બહુ જ સામાન્ય હતું, પરંતુ બીજી લહેર દરમિયાન બાળકો પણ કોરોનામાં ઝડપથી સપડાઈ રહ્યા છે. માટે વાયરસ જૂનો થતો જાય તેમ વધારે ઘાતક બની રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો