બેદરકાર લોકો નહીં સુધરે : રાત્રી કફર્યુમાં બિન જરૂરી બહાર નિકળેલા 122 સામે ગુનો નોંધાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

રાત્રીના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કફર્યુની અમલવારી કરાવવામાં આવે છે ઠેક-ઠેકાણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. પોલીસ દ્વારા અનેક વખત અપીલ કરાઇ છે કે કોરોના મહામારીમાં લોકો પોતાની સુરક્ષા માટે ઘરમાં જ રહે પરંતુ અમુક બેદરકાર લોકો સુધરવાનું નામ નથી લેતા. ગઇકાલે રાત્રે કફર્યુ ભંગ કરી બિન જરુરી બહાર નીકળેલા 122 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉપરાંત દુકાનોમાં સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર, માસ્ક ન પહેરી દંડ ન ભરનાર, ટ્રીપલ સવારી બાઇક પર નીકળેલા લોકો, રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડનાર રીક્ષા ચાલકો સહીત 81 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ઉપરાંત જાહેરનામા ભંગના કુલ 176 ગુના નોંધાયા હતા. આ તમામ થઇ ગઇકાલે 106 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જયારે અમુકને નોટીસ પાઠવી કોર્ટ કહે ત્યારે હાજર થવા કહેવાયુ હતુ. કોરોનાના કેસો વધી રહયા છે ત્યારે લોકો નીયમોનું પાલન કરે તે ખુબ જરુરી બની ગયુ છે. પોલીસે નીયમોનું પાલન કરી સહકાર આપવા શહેરીજનોને અપીલ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો