લોકડાઉનની આવશ્યકતા હશે ત્યારે આપીશું : CM

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

દાહોદમાં CM રૂપાણીએ કોવિડ હોસ્પિટલની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકડાઉન અંગે માહિતી આપી હતી. તેઓએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉનની આવશ્યકતા હશે ત્યારે આપીશું. લોકડાઉનથી લોકોને તકલીફ પડે છે. લોકોને બિનજરૂરી તકલીફ ન પડવી જોઈએ.

મહામારી હંમેશા વ્યાપક હોય છે. આ વખતની લહેર વધુ વ્યાપક છે. ઘરમાં એક જણને કોરોના હોય તો તમામને કોરોના થઈ જાય છે. 15મી માર્ચે 50 હજાર ટેસ્ટ કરતા હતા. આજે દોઢ લાખથી વધારે ટેસ્ટ કરી રહ્યા છે. અને બેડ વધારીને 78 હજાર કરી દીધા છે. ઓક્સિજનની ખપત વધી ગઈ છે. આજે 900 ટન ઓક્સિજનનો વપરાશ થાય છે.

લોકડાઉન અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, લોકડાઉનની આવશ્યકતા વખતે નિર્ણય કરીશું. અત્યારે લોકડાઉનની કોઈ વાત નથી. 24 કલાકમાંથી 10 કલાકનો કરફ્યૂ 20 શહેરોમાં લગાવાયો છે. અને જ્યાં કેસ વધશે ત્યાં કરફ્યૂ લાદવાનો નિર્ણય રાતોરાત કરશું. સવારના 9થી સાંજના 8 વાગ્યા સુધી લોકો આવશ્યક કામ કરી શકે તે માટે કરફ્યૂ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો